Demian
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Demian by Hermann Hesse | Gujarati Novel bookડેમિયન - લેખક : હર્મન હેસA unique novel by Hermann Hesse, author of 'Siddhartha', that breathed new life into the younger generation after World War I.. હર્મન હેસનું નામ પડતાં જ ભારતીય વાચકોના મનમાં ‘સિદ્ધાર્થ’ નવલકથા તાદૃશ થાય છે. આધ્યાત્મિક ખોજ અને આત્મસાક્ષાત્કારની સફર આલેખતી આ નવલકથાએ ગુજરાતમાં અનેક વાચકોના ચિત્ત પર ઊંડી છાપ છોડી છે. પરિણામે ‘સિદ્ધાર્થ’ના અનેક ગુજરાતી અનુવાદો થયા છે. પરંતુ, નોબેલ પુરસ્કાર વિજેતા આ જર્મન-સ્વિસ સર્જકનું સાહિત્યિક વિશ્વ માત્ર ‘સિદ્ધાર્થ’ પૂરતું જ સીમિત નથી. તેમની અન્ય નવલકથાઓમાં પણ માનવમનની ભુલભુલામણીઓ અને અસ્તિત્વના ગહન પ્રશ્નોનું તલસ્પર્શી આલેખન છે. આ જ શ્રેણીની ઉત્કૃષ્ટ કૃતિ એટલે ‘ડેમિયન’. ગુજરાતી ભાષામાં હેસના અન્ય સાહિત્યનો પરિચય પ્રમાણમાં ઓછો થયો છે. ‘સિદ્ધાર્થ’માં પૂર્વીય દર્શન છે, જ્યારે ‘ડેમિયન’માં પશ્ચિમી મનોવિજ્ઞાન અને યુરોપિયન પરિવેશ છે. આ અનુવાદ ગુજરાતી વાચકો સમક્ષ હેસના આ બીજા અને સમાન રીતે મહત્ત્વપૂર્ણ પાસાંને રજૂ કરવાનો એક પ્રયાસ છે.. |





