Chatthi Aankh by Vinod Shah | Gujarati Novel book.
છઠી આંખ - લેખક : વિનોદ શાહ
છઠ્ઠી આંખ :
એક એવી અંધ યુવતીની કથા જેની છઠ્ઠી આંખ બધું જ જોઈ શકે છે ! જાણે કે છઠ્ઠી આંખ તેની ઈદ્રય છે ! એક દિવસ તે પોતાના એ પિતાને ઘેર આવી પહોંચે છે જેણે ક્યારેય તેની મા સાથે બેવફાઈ કરી હતી ! આ પિતા અત્યંત ધનવાન છે અને તેના ઘરમાં અલગ અલગ પ્રકારના આઠ આઠ વારસદારો છે ! આ યુવતી નવમા વારસદાર તરીકે ઘરમાં પ્રવેશે છે અને ઘરમાં એક પછી એક વારસદારની હત્યાનો દૌર શરૂ થઈ જાય છે ! અને અંધ યુવતી એ દરેક હત્યા પછી એ રીતે પોલીસ ઈન્સ્પેકટરને બધું બતાવતી રહે છે કે જાણે તેને બધું નરી આંખે દેખાતું હોય ! એક પછી એક હત્યાના અંતે ઘરમાં આ અંધ યુવતી જ એક માત્ર વારસદાર તરીકે બાકી રહી જાય છે. આ દરમ્યાન બાકીની તમામ હત્યાઓના ભેદ ખૂલી જાય છે પરંતુ આ યુવતીનો પોતાનો ભેદ એક માત્ર તે પોતે જ જાણે છે.