Andhardweep

Andhardweep by Arvind Tank | Gujarati Novel book by Arvind tank.અંધારદ્વીપ - લેખક : અરવિંદ ટાંકપરસ્પરના વિશ્વાસને ઑળખી જનારા બે પ્રેમીઓની પ્રણયકથા. હા, હા, મારે જવું પડે છે ખાસ કામ માટે જ. અરે અહીંથી પગ ઊપડતા નથી.' 'જો ન આવ્યા ત્રીજા દિવસે તો ?' તે ધીરેથી બોલી હતી. 'તો હું વિશ્વાસ નહીં કરું. બાબા સાથે ચાલી જઈશ વતનમાં. મારે તમારા વગર રહેતું દુષ્કર છે. બાબા નંઈ લઈ જાય તો ઊંડમાં ડૂબી જએ આખી.' “હું બે દિવસ માટે તો જાઉં છું, તે એમાં આટલો બધો વિરહ ? હું થોડો કાયમ માટે જવાનો છું? જયારે ને ત્યારે તું ઊંડ ધરાની બીક બતાવે છે. જો હવે ક્યારેય આવી વાત નહીં કરવાની સમજી ?''સારું સારું જલદી આવજો... તમારી વાટ જોઈશ. જલદી આવજો... આવશોને કે વાટ જોવડાવશો ?' ચોક્કસ... આ આપણું વચન.' |