Sukhnu Sarnamu
મનની તંદરુસ્તી મેળવવાનો Highway.... જેમ જેમ એકવીસમી સદી આગળ વધે છે, તેમ તેમ પ્રગતિ સાથે, શાંતિ અને સ્વસ્થતાની ઝંખના પણ તીવ્ર થતી દેખાય છે. એક બાજુ માહિતી-દબાણ વધે છે તો બીજી બાજુ સ્પર્ધાત્મકતા મનમાં તાણ પણ વધારે છે. પરિણામે પ્રગતિ તો થાય જ છે, પણ સમાંતરે માનસિક કે સામાજિક ગરબડો પણ ઊભી થાય છે. તેના ઉપાયો શોધવાની જબરી મથામણ ચાલ્યા જ કરે છે. આ વિચારથી પ્રેરાઈને માનસિક સ્વાસ્થ્યને સમજવા અને પ્રાપ્ત કરવાનું ચિંતન મળી રહે તે માટે કંઈક કરવાની જરૃરિયાત લાગી. માનસિક સ્વાસ્થ્ય મેળવવા કઈ રીતે વિચારી અને જીવી શકાય તે બાબતના લેખો અહીં મૂકવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય જાળવવા અને હતાશા, ચિંતા વગેરેથી દૂર રહી Positive જીવન કેમ જીવી શકાય તે બાબતનું માર્ગદર્શન અહીં અપાયું છે. વિશ્વાભરના મેનેજમેન્ટ ગુરુઓ અને ચિંતકોના વિચારોમાંથી પ્રેરણા લઈ આ લેખો તૈયાર કરવામાં આવ્યા છે. સાથે આ સ્વાસ્થ્ય-પ્રાપ્તિમાં ભારતીય ચિંતન પણ ખૂબ જ ઉપયોગી છે તે દૃઢ ખાતરી હોવાથી ભારતીય ચિંતનનો તો સૌથી વધુ ઉપયોગ થયો છે. અમને શ્રદ્ધા છે કે આ વૈશ્વિક વિચારો દરેક વ્યક્તિને સ્વસ્થ થવામાં, સ્વસ્થ રહેવામાં તથા શાંતિ-આનંદ અને પ્રેમમય જીવન જીવવામાં પળેપળ ઉપયોગી થશે. |

Was the above review useful to you? 



