The Art Of Being Alone
The Art OF Being Alone by Renuka Gavrani | Gujarati Self Development book.ધ આર્ટ ઓફ બીઇગ અલોન - લેખક : રેણુકા ગવરની
તમારી જાત પર આધાર રાખતાં શીખો’ આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કાયમ માટે આપણી સાથે રહી શકતી નથી. આપણે આપણી આસપાસ વધારે પડતું આશાવાદી વાતાવરણ બનાવ્યું છે. ઉદાહરણ તરીકે, તમારા મિત્રોને સારી નોકરીની શોધમાં બીજા શહેરમાં જવું પડી શકે છે અથવા તમારે અભ્યાસ માટે તમારા પરિવારથી દૂર જવું પડી શકે છે. આવા સતત બદલાતા વાતાવરણમાં, તમારે એ હકીકત સમજવાની જરૂર છે કે એકલા રહેવાનો અર્થ એકલતા નથી; તેનો અર્થ ફક્ત એ છે કે તમે તમારી સાથે છો. 'આર્ટ ઑફ બીઇંગ અલોન'પુસ્તક તમને શીખવશે કે કેવી રીતે તમારી એકલતાને ‘એકાંત'માં પરિવર્તિત કરી શકાય છે. આનંદથી એકલા રહેવાની કળામાં નિપુણતા મેળવી શકાય છે અને પરિણામે, કેવી રીતે તમારા 'વર્તમાન જીવન'ને 'આદર્શ જીવનમાં પરિવર્તિત કરી શકાય છે. આ પુસ્તકમાંથી, તમે શીખી શકશો કે:તમે કેવી રીતે વિકાસ કરી શકો છો અને તમારી જાત પ્રત્યે નિષ્ઠાવાન રહી શકો છો જેથી તમારી એકલતા એકાંતમાં ફેરવાઈ જાય.એકલતાના મૂળ કારણને જાણીને તમે એકલતાના ડરથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.તમે કોણ છો તે સમજીને તમે તમારી જાતને કેવી રીતે પ્રેમ કરી શકો છો.એકાંતની આદત કેવી રીતે પાડવી અને તેને વિકાસના સમવગાળામાં કેવી રીતે ફેરવવી. |





