Shubh Mangal Savdhan
Shubh Mangal Savdhan by Dr. Gira Rajesh Soni | Gujarati Self Devlopment book.શુભ મંગળ સાવધાન - લેખક : ડો. ગીરા રાજેશ સોની(ગુજરાતી લગ્ન વિધિની સમજ) માતૃપ્રેમનું મીઠું ફળ આ લેખિકા (ડૉ. ગિરા)નો રોજિંદો સમય હૉસ્પિટલ અને દર્દીઓ સાથે પસાર થતો હોય છે. તે છતાં તેઓને પારિવારિક અને સામાજિક અવસર (લગ્ન) વિશે આલેખન કરવામાં રસ પડયો તેના પાયામાં માતૃપ્રેમ છે.તેમનાં પ્રિય પ્રેમિલાબા (મમ્મી) કાળધર્મ પામ્યાં. એ ખાલીપામાં ડૉક્ટર ગિરાને અંતરમાં લાગ્યું કે ઘરમાં કે કુટુંબમાં દરેક સામાજિક પ્રસંગો બાની દેખરેખ અને માર્ગદર્શનમાં સહજ પાર પડી જતા. હવે બા વગર કોને પૂછીશું ? પૂછવાની નિરાંત બીજે ક્યાં જડે? તેથી થયું, તેમની માર્ગદર્શનરૂપ વાતો અક્ષરદેહે પ્રગટ કરું તો સૌને કામ લાગે. |





