Get well soon


Get well soon

Rs 330.00


Product Code: 10634
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2019
Number of Pages: 168
Binding: Soft
ISBN: 9789388882354

Quantity

we ship worldwide including United States

Get well soon by Kajal Oza-Vaidya

સંબંધો સાચવવાની સરળ ફોર્મ્યુલા

આ પુસ્તક તમને તમારી સાચી સમસ્યાની ઓળખાણ કરાવશે. તમારા મન પર થતી પીડાદાયક અસરને ઘટાડીને સમસ્યાને સરળ બનાવવામાં મદદ કરશે એટલું વચન હું લેખક તરીકે આપી શકું છું... તદ્દન પ્રામાણિકતાથી કોઈ પણ પ્રકારની બચાવવૃત્તિનો ઉપયોગ કર્યા વિના અરીસાની સામે ઊભા હોવ એ રીતે આ પુસ્તકનો ઉપયોગ કરશો તો 'સુખી થશો' એમ નથી કહેતી, પરંતુ ઓછા દુઃખી થશો એ નક્કી છે.

મન સાથે જોડાયેલી કેટલીક સર્વસામાન્ય સમસ્યાઓ વિશેના લેખો। મોટા ભાગના સહુ જે વાતને જાણે છે. પણ સમજી શકતા નથી એવી સાદી વાતોની સમજણપૂર્વક કરાયેલી છણાવટ, નાના-મોટા સહુને ઉપયોગી નીવડે તેવી, સંબંધો સુધારવાની, જિંદગીને વધુ રસપ્રસ બનાવવાની સાવ સરળ ફોમ્યુલા, દરેક

પ્રકરણ સાથે એક એવું પ્રશ્નપત્ર જેના પ્રામાણિક જવાબો તમને એક નવા અજવાળા સાથે જોડી દેશે

આપણાં શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે જાણતા નથી.કોઈએ આજ સુધી 'મન' ને જોયું નથી.પરંતુ આ 'મન' આપણાં,વ્યહારો અને જીવનનું સ્ટીયરિંગ વ્હિલ છે એ હવે સ્વીકારાઈ ચૂકયું છે.

 
માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે.એટલુજ નહી,બીજાના મનને સમજવું પણ અનિવાર્ય છે. મન અને બુદ્ધિ બંને જુદા છે. માણસ વિચારે છે બુદ્ધિથી,પરંતુ વર્તે છે એની લાગણીઓ અને મનની દોરવણી પ્રમાણે... એક્શન અને રીએક્શનની વચ્ચે જીવતો માણસ સામાન્ય રીતે એક્શનથી જીવવા માંગે છે, પરંતુ રીએક્શનથી જીવતો જોવા મળે છે.
 
એક અગત્યની વાત એ છે કે આપણે સહુ શાંતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ.સંબધો સુધારવા માંગીએ છીએ. ઉશ્કેરાટ અનુભવવા માંગતા નથી...તેમ છતાં અંતે એવી પરિસ્થિતિમાં મુકાઇ જઈએ છીએ જ્યાં ધ્રુણા,તિરસ્કાર,ક્રોધ અને અંતે પસ્તાવો આપણા ભાગે આવે છે.

. --કાજલ ઓઝા-વૈદ્ય


There have been no reviews