Bharatni Pratham Nario
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bharatni Pratham Nario by Tina Doshi | Gujarati Articles book by Tina Doshi.ભારતની પ્રથમ નારીઓ - લેખક : ટીના દોશીવિવિધ ક્ષેત્રમાં પ્રથમ પગલું પાડનાર ભારતીય નારીઓના સંઘર્ષ અને સાહસની રોમાંચક સફર. સદીઓથી સ્ત્રીઓએ પોતાની મહેનત, આપબળ અને આવડતના જોરે સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ભારતની અનેક નારીઓએ ગૌરવ થાય એવી સિદ્ધિઓ મેળવી છે. ધરતીથી અંતરિક્ષ સુધી દરેક ક્ષેત્રમાં ભારતની નારીઓએ પોતાની જાતને સાબિત કરી છે. 180 કરતાં વધુ ક્ષેત્રોમાં પ્રદાન કરી ચૂકેલી ભારતની એ પ્રથમ નારીઓની વાતો આ પુસ્તકમાં કરવામાં આવી છે. સંત, સાહિત્ય, સંગીત, વિજ્ઞાન, શાસન, શિક્ષણ, રાજકારણ, સિનેમા, તબીબી, ઉડ્ડયન, અભિનય, ન્યાય, વહીવટી સેવાઓ, ખેલકૂદ, તસવીરકળા, મીડિયા, પર્વતારોહણ, સાહસ, લશ્કર, ગુનાશોધન, જાસૂસી, અંગરક્ષક જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં પહેલી સ્ત્રીએ સફળતા મેળવવા કેવા કેવા સંઘર્ષો કરવા પડ્યા એની રસપ્રદ વિગતો અહીં આવરી લેવાઈ છે. દરેક ક્ષેત્રમાં આ એવી પહેલી સ્ત્રીઓ છે, જેણે રૂઢિઓ અને પરંપરાઓ તોડીને, સામે પૂર તરીને પોતાનું સ્થાન તો બનાવ્યું જ, પણ પથદર્શક બનીને બીજી સ્ત્રીઓ માટે એ રસ્તે ચાલવા માટેની પગદંડી પણ તૈયાર કરી છે. |





