Varsha Adalja - Sadabahar Vartao


Varsha Adalja - Sadabahar Vartao

Rs 240.00


Product Code: 17940
Author: Varsha Adalja
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789389858068

Quantity

we ship worldwide including United States

Varsha Adalja - Sadabahar Vartao by Varsha Adalja | Best stories in Gujarati by Varsha Adalja

વર્ષા અડલજા - સદાબહાર વાર્તાઓ - લેખક : વર્ષા અડલજા 

સમય નો સદ્પયોગ શ્રેણી 

               અમર સાગરકથાઓના સર્જક ને પ્રખર પત્રકાર સ્વ. ગુણવંતરાય આચાર્યનાં પુત્રી વર્ષા અડાલજાને બચપણથી જ ઘરમાં નાટક અને સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. કૉલેજકાળ સુધી પહોંચતા સુધીમાં તો ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકા કરી અનેક માન સમ્માન મેળવ્યા હતા. પિતાનું મૃત્યુ, લગ્ન, `રંગભૂમિ' સંસ્થાનું બંધ થવું વગેરે જીવનમાં અણધાર્યા વળાંકોની ક્રિયેટીવ પ્રેરણાથી એમણે લખવાનું શરૂ કર્યું. માત્ર મનની મોકળાશ માટે પકડેલી કલમ અવિરત ચાલતી રહી, `લખવું જીવાદોરી' બની ગઈ. નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, અનુવાદ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં એમણે ઊજળો હિસાબ આપ્યો છે. તેમનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ પ્રગટ થતી રહે છે. 
                    તેમની નવલકથાઓ સંવેદનીલ હોવાથી તે પરથી ગુજરાતી ફિલ્મ્સ બની. તેમની નવલકથા `મારે પણ એક ઘર હોય'ને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક ઉપરાંત તેની પરથી ત્રણ વખત ટી.વી. શ્રેણી બની અને તેની પરથી બનેલી ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કથાનું પારિતોષિક મળ્યું ને બીજી ભાષામાં અનુવાદ પણ થયા. `ગાંઠ છૂટ્યાની વેળા' નવલકથા `ગુજરાતી સાહિત્યમાં નવી દિશાના દ્વાર ખોલતી' ગણાઈ હતી. રક્તપિત્તગ્રસ્તોની વેદનાના આલેખ જેવી `અણસાર'ને દિલ્હી સાહિત્ય અકાદમી, કલકત્તાના ભારતીય ભાષા પરિષદ અને ગુજરાત વિદ્યાસભાનું સનતકુમારી પારિતોષિક મળ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં તેમનાં પ્રદાન માટે તેમને પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે.


There have been no reviews