Coffee Stories


Coffee Stories

Rs 175.00


Product Code: 17404
Author: Raam Mori
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 168
Binding: Soft
ISBN: 9789351228325

Quantity

we ship worldwide including United States

Coffee Stories by Ram Mori | New Gujarati book | Short Stories book |

કોફી સ્ટોરીઝ - લેખક : રામ મોરી

કોફી સ્ટોરીઝ, કોફી  કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. એક સિપ હુંફાળા સંબંધોને નામ

આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ. ૨હી છે. કથાઓ આપણી. આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી. કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી. એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણે આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન હૂંટાયેલું, રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. નડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો. અત્યાચાર વેંઢારી, ઢબૂરાયેલી છે એવી કથાઓ પણ. બસ.... આ પુસ્તકમાં એ બધી કથાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. આ ‘લઘુ’ કથાઓમાં રહેલો ‘ગુરુ’ વાચકને સ્પર્શી જાય તો કથા સદૈવ મંગલમ્! ગુજરાતી ભાષામાં લખાયેલી આ ૫૧ એવી કથાઓ છે જે આપણી ભાષાનું હીર છે, આપણી ભાષામાં ચૂંટાયેલાં એવા સંવેદન છે જે સતત આપણી સાથે કે આપણી આસપાસ જીવાતા રહ્યાં છે. આ કથાઓ કોઈ ઉપદેશ કે બદલાવની વાત નથી કરતી. પણ વર્તમાન સ્થિતિપરિસ્થિતિ તરફ નક્કર આંગળી. ચીંધે છે...


There have been no reviews