Tad Ane Fad Shreni Bharat


Tad Ane Fad Shreni Bharat

Rs 190.00


Product Code: 16028
Author: Nagindas Sanghvi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 128

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Tad Ane Fad Shreni Bharat By Nagindas Sanghvi

તડ અને ફડ શ્રેણી ભારત લેખક નગીનદાસ સંઘવી 

Tad Fad Bharat by Nagindas Sanghvi

કાશ્મીર સમસ્યાનો ફ્લેશબેક 1948નાં જાન્યુઆરીની પહેલી તારીખે કાશ્મીરનો ઝઘડો આંતરરાષ્ટ્રીય બની ગયો. કોનો દોષ અને શા માટે આ થયું તેની કથા બહુ લાંબી છે અને બહુ ગુંચવાયેલી છે. 1971માં બાંગ્લાદેશને મદદ કરીને પાકીસ્તાનની કમર તોડી નાખ્યા પછી ઇન્દિરા ગાંધીએ સીમલા કરારમાં પાકીસ્તાન પાસે કબુલ કરાવ્યું અને લખાવી લીધું કે આ ઝઘડો હવેથી ભારત- પાકીસ્તાનનો ઝઘડો ગણાશે અને પાકીસ્તાન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કે પરીષદોમાં આ સવાલ ઊભો નહીં કરે. પાકીસ્તાની આગેવાનોએ વચન પાળ્યું નથી પણ સીમલા કરાર આપણું બખ્તર છે. ભારત પર આક્રમણનો આરોપ મુકીને પાકીસ્તાને આ બખ્તરમાં કાણું પાડયું છે. કોઇપણ રાષ્ટ્ર ગમે ત્યારે આક્રમણ થયાની ફરિયાદ સલામતી સમિતિને કરે તો આ ફરિયાદ સાંભળવા માટે સમિતિ બંધાયેલી છે. સીમાડા પરનું આક્રમણ કાશ્મીર અંગેની વ્યાપક ચર્ચાનું બહાનું બનાવીને પાકીસ્તાનનાં પ્રકાંડ કાયદાશાત્રી મહમમ્મદ ઝફરૂલ્લા ખાને 1948માં આપણને કળણમાં ફસાવી દીધા હતા તે ઐતિહાસીક ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની સવિશેષ સંભાળ રાખવી ઘટે છે. કાશ્મીર સમસ્યાનો એક જલદ ઉકેલ એ હોઈ શકે કે અંગ્રેજી રાજકર્તાઓ આખા ભારતને પડતું મૂકીને ખસી ગયા તેમ આપણે કાશ્મીરને પડતું મૂકવાનો ઇરાદો જાહેર કરીએ તો કાશ્મીરી આગેવાનોની અક્કલ ઠેકાણે આવવાનો સંભવ છે. સાથે રહેવું હોય તો શાંતિ સલુકાઇથી રહો નહીંતર ચાલતા થાવ તેવું કહેવાનો વખત આવી ગયો છે. પાકેલાં ગુમડાંને સાચવવામાં બદલે કાપીને ફગાવી દેવું જોઇએ. -નગીનદાસ સંઘવી

There have been no reviews