Sukhi Divya Anubhooti

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sukhi Divya Anubhooti by Jay Vashi | Gujarati Articles book by Jay vashi.સુખી દિવ્ય અનુભૂતિ - લેખક : જય વશીજિંદગી જાણવામાં અને જીવવામાં રાહત આપતી દિશા ચીંધતા લેખો. આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક માણસ પાસે બધી જ સગવડ હોવા છતાં સુખ અને શાંતિથી દૂર હોય છે. જ્યારે એવા લોકો પણ છે જેની પાસે કશું જ નથી, પરંતુ એમના ચહેરા ઉપર સ્મિત અને મનમાં અપ્રતિમ શાંતિ જોવા મળે છે. આવું કેમ બનતું હશે? શું તમને પણ આવો અનુભવ થાય છે? આપણે બધા ક્યાંક ને ક્યાંક સગવડને સુખ માની બેઠા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે સગવડથી મળે છે એ વાસ્તવમાં સુખ નથી, એ તો સુખી હોવાનો માત્ર ભ્રમ છે, જે તકવાદી અને તકલાદી બંને છે. તો, ખરું સુખ કેવી રીતે અનુભવી શકાય? જિંદગીને જાણવામાં અને જીવવામાં રાહત આપે તેવાં સુંદર લેખો આ પુસ્તકમાં સમાવાયા છે. તમારા જીવન સાથે જોડાયેલી નાની નાની બાબતોથી કેવી રીતે ઊર્જા પ્રાપ્ત કરીને સાચા સુખની દિવ્ય અનુભૂતિ કરી શકાય એ માટે આ પુસ્તકના લેખો તમને દિશા ચીંધશે. આપને સુખની દિવ્ય અનુભૂતિ મુબારક. |