Business Development Series Set Of 25 books


Business Development Series Set Of 25 books

Rs 1250.00


Product Code: 18311
Author: Yuti Publication
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Business Development Series Set Of 25 books | Business Development  Gujarati book | વેપાર ધંધા
કેમ વિકસાવવો અને કેમ તેને સફળ બનાવવો તેની સંપૂર્ણ માહતી ગુજરાતી માં. 

બિઝનેસ ડેવલોપમેન્ટ  સીરીઝ ભાગ ૧ થી ૨૫ 

 1. વર્કપ્લેસમાં ઈમોશનલ 
  પાણી નું મહત્વ તો સમજો છો ને એક વિશાળ ડેમમાં પાણીની આવક અને જાવક ચાલુ હોય.જો એ વ્યવસ્થા વિખરાય જાય તો શું થાય બસ એવું જ ઈમોશ્ન્સ્ન છે એનું  મેનેજમેન્ટ અને મહત્વ પાણી જેવું જ છે.
 2. સહ-કર્મચારી સાથેનો વ્યવહાર 
  બિઝનેસમાં તમે એકલા કશું જ નથી કરતા હોતા. દરેક કામમાં પ્રત્યેક કે પરોક્ષ રીતે કોઈકને  તો સહકાર લેવો જ પડે છે.આ સહકાર તમને  કેવીક મળશે એ ડીપેન્ડ કરે છે તે વ્યક્તિ સાથેના આપના વ્યવહાર પર.
 3. માર્કેટ રીસર્ચ કેવી રીતે કરવું?
  આજે ટ્રાયલ & એરર કરી કરીને શીખાવનો સમય નથી માર્કેટમાં એન્ટર થતા પહેલાં જ એ માટે ઉપયોગી રીસર્ચ શા માટે કરવું, કઇ રીતે કરવું અને તેના પરિણામો શું હોઈ શકે એની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. 
 4. ફાયનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું?
  કંપનીનું ડૂબવાનું કે પ્રગતિ ન થઇ શકવાનું મુખ્ય કારણ છે પૈસા ના પ્રોપર મેનેજમેન્ટ નો અભાવ.પૈસા ક્યાંથી આવે છે. ક્યાં રોકાય છે અને ક્યાં જાય છે તેનું ઈફેક્ટીવ મેનેજમેન્ટ એ ધંધા ના સફળતાની મુખ્ય ચાવી છે.
 5. નેગોસિએશન કેવી રીતે કરવું?
  આપને નેગોસિએશન શા માટે કરતા હોઈએ છીએ? અફકોર્સ ફાયદા માટે. જયારે આપણે કલાયન્ટ સાથે નેગોસિએશન કરીએ ત્યારે આપણા બિઝનેસ ને વધુમાં વધુ ફાયદો થાય એવી ડીલ કરવા કોશિશ કરતા હોઈએ છીએ આ  પુસ્તક એ માટેનું માર્ગદર્શન આપે છે.
 6. સફળ બ્રાન્ડ ઉભી કરવા શું કરીશું?
  એક પ્રોડક્ટ કે  સર્વિસ ની વેલ્યુ ૧૦૦ છે અને તમે જો એના ૧૦૦  ચૂકવો છો ત્યારે તમે પ્રોડક્ટ  કે સર્વિસ માટે તમે ૧૨૫ ચૂકવો છો   ત્યારે  ઉપરના ૨૫ એ બ્રાન્ડ ના ચૂકવો છો.
 7. સેલિંગ ની ચાવી 
  સેલિંગ વધારવા માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. જો એ પરોબળો નો અભ્યાસ કરવામાં આવે, સમજવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી  શકાય છે. વ્યવસાય ને આગળ લઇ જવા માટે સેલિંગમાં વધારો એ સૌથી ઉત્તમ અને એક માત્ર ઉપાય છે.
 8. વર્ક લાઈફ બેલેન્સ 
  વ્યવસાયીક જીવનમાં ઘણી વખત એવું બંને કે કંપની ને આગળ લઇ જવામાં પરિવારની અવગણ ના થઇ જતી હોય. આવા સમયે પોતાના વ્યવસાયીક અને પારિવારિક જીવન વચ્ચે બેલેન્સ સાધવું    ખુબ જરૂરી બની જાય છે ખરેખર તો બંને એક બીજાના પુરક છે.
 9. વર્કપ્લેસમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ 
  પ્રેશર એ    સ્ટ્રેસ વચ્ચે પાતળી ભેદરેખા છે. સારા   પરિણામો માટે પ્રેશર જરૂરી છે. પણ મુખ્ય સવાલ એ છે કે તમે કેટલું પ્રેશર ખમી શકો છો. જયારે તમારી કેપેસિટીની બહાર પ્રેસર આવે ત્યારે એ સ્ટ્રેસ બંને છે.
 10. સફળ ઓર્ગેનાઈઝેશન ઉભું કરવાના પાયાના સિદ્ધાંતો  
   એક ઓર્ગેનાઈઝેશન ઉભું કરવું એ એક બાળકને જન્મ આપવો ઉછેર કરવો પ્રેમ,શિક્ષણ.સંસ્કાર, શિસ્ત વગેરેનું સિંચન કરવા જેવું છે. જે શીખવા સમજવા અને અમલમાં મુકવા જરૂરી છે.
 11. સફળ માર્કેટિંગ થકી માર્કેટ કિંગ કેમ બનવું?
  આજે માર્કેટિંગ વિના તો સોનાના ઘરેણાં પણ નથી વેચતા આસપાસ એક નજર કરો. જે પણ વેચાય છે એનું માર્કેટિંગ થાય છે અને ત્યારે જ એ વસ્તુ વેચાય છે. આજની ગળાકાપ હરીફાઈમા ટકી રહેવા માટે તમારે પણ તમારી સર્વિસ કે પ્રોડક્ટનું યોગ્ય માર્કેટિંગ કરવું જ રહયું.
 12. કાયમી ગ્રાહક કેવી રીતે બનાવશો?
  દરરોજ સવારે ઉઠી નવા ગ્રાહક શોધવા જવું એ ફાયદા નો સોદો નથી બેટર એ છેકે આજે જે ગ્રાહક બન્યો છે એને કાયમી ટકાવી રાખવો. તો આવું કયારે અને કઇ રીતે શક્ય બંને?
 13. કામ કરવાની આવડત 
  આપણી પાસે બે હાથ છે. એનાથી કરી કરીને કેટલું કરી શકાશે? પણ જો મગજને ઉપયોગમાં લઈશું અમુક ટેકનિકસ એપ્લાય કરીશું તો આપણી સાથે હજારો-લખો હાથને કામ કરતા કરી શકીશું આ માટે જરૂરી છે વર્ક ડેલિગેશનની સિકલ ડેવલોપ કરવી.
 14. હું કયો બિઝનેસ કરું ?
  આ ફક્ત સવાલ કે મૂંઝવણ નથી. પ્રગતિનો એન્ટ્રી ગેટ છે. નિર્ણય લેવાની ઘડી હોય છે, આ પુસ્તક એ તમે યોગ્ય નિર્ણય લઇ શકો તે માટેના થ્રસ્ત છે. ધક્કો છે.
 15. મીઠી મૂંઝવણ બિઝનેસ નોકરી ?
  નોકરી કરનારને કયારેક ને કયારેક એવું થાય છે કે હું કોઈક ધંધો કરું, અને ધંધો કરતી વ્યક્તિને કયારેક એવું થાય કે આના કરતા નોકરી કરી લેવાય. પણ ખરેખર તમારા માટે પણ ખરેખર તમારા માટે શું યોગ્ય છે એ ક્ન્ફોમેસ્ન કોણ આપશે? 
 16. મજબુત ટીમ કેવી રીતે ઉભી કરીશું ?
  શું તમે એકલા જ બધું કામ કરવા ધારો છો? તો તો નોકરી વધુ સારો ઓપ્શન છે. જયારે તમે ધંધો કરવાનું વિચારો ત્યારે સાથે સાથે મજબુત ટીમ બનાવવાનું વિચારો કે જે તમારાં વિઝનને ઉંચાઈ લઇ જઈ શકે.
 17. બિઝનેસમેન કેવી રીતે વિચારે ?
  તમારે બિઝનેસ ને આગળ વધારવો છે અને ખુબ મોટો કરવો છે? તો પ્રથમ તમારે એક મોટા બીઝનેસમેન ની જેમ વિચારવાનું શરૂ કરવું પડશે. એક બીઝનેસમેન કઇ રીતે વિચારે એ બાબતે માર્ગદર્શન આપવા માટે આ પુસ્તક હાજર છે.
 18. ધંધા ની હરીફાઈમાં ટકવાની ગુરુચાવી 
  હરીફાઈ તો બધે જ છે. ધંધામાં તો તમે સતત આ અનુભવતા હશો. આ હરીફાઈમાં કેમ ટકવું અને કોમ્પિટિશન મા આપણો ડંકો કેમ વગાડવો તે સમયની માંગ છે. આ મુદો આ પુસ્તમાં બખૂબી સમજાવવામાં આવ્યો છે
 19. અસરકારક ડીસીઝન કેવી રીતે લઈશું ?
  એક ધંધાધરી માટે મહત્વનું પાસું છે નિર્ણય લેવાં. તમે જેટલા ઝડપી અને ઈફેક્ટીવ નિર્ણય લઇ શકશો એટલું તમારા અને તમારા ધંધા ના ફાયદામાં છે.
 20. શોર્ટ ટર્મ પ્રોફિટ કે લોન્ગ ટર્મ રોયલ્ટી ?
  જયારે તમે કોઈ ધંધો કરો છો ત્યારે તમારા માઈન્ડ મા પ્રોફિટ પ્રાયોરિટી પર હોય છે. બીજે ક્ષણે લોન્ગ ટર્મ પ્લાનિંગ તરફ પણ આપણું મન વિચારતું હોય છે. બંને પક્ષે કેવી રીતે પેરેલલી વિચારી શકાય તે આ પુસ્તક બખૂબી સમજાવશે.
 21. નેટવર્ક એ જ નેટવર્થ 
  'ઓળખાણ મોટી ખાણ' એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે,શું તમે જાણો છો તમારા બિઝનેસમાં નેટવર્ક કેટલું મહત્વનું છે અને એ કઇ રીતે ઉભું કરી શકાય ?
 22. મીટીંગ ને સફળ કેવી રીતે બનાવીશું
  કોઈ નવી ડીલ કરવાની હોઈ કે કોઈ નિર્ણય લેવાનો હોઈ, ટીમને કામ સોપવાનું હોઈ કે પ્રોજેક્ટ સમજાવાનાઓ હોય.આ પુસ્તકમાં સફળ કરવા માટેની ગુરુયાવી આપેલ છે.
 23. મલ્ટીપલ બિઝનેસ એકસાથે કેવી રીતે શક્ય છે ?
  આજે જીવનભર એક જ ધંધો કરતા રહેવું એ ટ્રેન્ડ નથી. ઘણા લોકો એકથી વધુ વ્યવસાય એકસાથે મેનેજ કરતા હોય છે. આમાં ઘણા બધા નિષ્ફળ પણ જતાં હોય છે. એના કારણો અને સફળ થવાની બાબતો ની આ પુસ્તક મા ચર્ચા કરવામાં આવી છે.
 24. ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ?
  દરેકને સમય તો સરખો જ મળે છે. જે વ્યક્તિ એને યોગ્ય રીતે મેનેજ કરી શકે એ વધુમાં વધુ આઉટ્પુટ મેળવી શકશે. એલ ધંધાધારી તરીકે તમારે પણ સમયનું અસકારક મેનેજમેન્ટ કરવું જ પડશે. 
 25. લાઈફ અરાઉન્ડ બિઝનેસ કે બિઝનેસ અરાઉન્ડ લાઈફ ?
  બિઝનેસ અને પર્સનલ લાઇફને બેલેન્સ કરવી ખુબ જરૂરી છે. જો આ બેલેન્સ ના કરી શકીએ તો ધંધામાં તો લાઈફ બોરિંગ થશે જ સાથે સાથે લાંબાગાળો ધંધો પણ ખાસ પ્રગતિ નહિ કરી શકે.

There have been no reviews