Mrutyu By Mohan

Mrutyu By Mohan | મૃત્યુ લેખક મોહન | Gujarati book about Death & Rebirth.મ્રુત્યુ. પ્રસ્તાવના : આ જ સુધી જયોતિષના પુસ્તકો સાથે આધ્યાત્મિક જ્ઞાન તથા સામાજિક પુસ્તકો લખ્યાં છે. પણ આજે વિચાર આવ્યો કે અગાઉ હિમ્મતનગર ખાતે ચાલતા પ્રજાપતિ બ્રહમાકુમારીના ઈન્ચાજ દીદીએ મને મ્રુત્યુ વિષે પુસ્તક લખવા કહેલ પણ તેમના કોઈ કારણો સર છપાવી નહી શકેલ તે છપાવવા મને વિચાર આવતા આજે થોડાક ફેરફારો કરીને આ પુસ્તક તૈયાર કરી રહયો છુ.આશા રાખુ કે આધ્યાત્મિક જ્ઞાનીઓને પણ આ પુસ્તક જરૂર ગમશે.અને વાંચકોને સંતોષ થઈ શકે તે હેતુથી આ પુસ્તક બહાર પાડવાનું નકકી કરેલ અને આ કામ પૂર્ણ થતાં આપના વંચાણે મૂકતાં અનહદ આનંદ થાય છે. વિશેષમાં જણાવવાનું કે આ લખેલ પુસ્તકોના લેખક અને પ્રકાશક અમો પોતે જ છીએ. આધ્યાત્મિક આ પુસ્તકમાં છણાવટ સરળ ભાષામાં સમજી શકાય તે રીતે નિરૂપણ કરેલ છે. મારા પુસ્તકની ગુજરાત અને ભારતમાં ખાસ કરીને મુંબઈમાં માંગ/ડીમાન્ડ ખૂબજ વધેલ છે. અને તેનાથી પ્રેરાઈને ફરી બીજી પુસ્તકો છપાવવાનો આશા રાખું છું કે આ પુસ્તકથી વાંચક સમુદાયને જરૂર આધ્યાત્મિક જ્ઞાન-માગદશન મળશે.આ પુસ્તક મા અંબેને ચરણે ધરી આપના વાંચન માટે મૂકું છું આભાર. લેખક અને જયોતિષી : મોહન સાહેબ. |