I Love You


I Love You

Rs 500.00


Product Code: 11091
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 272
Binding: Soft
ISBN: 9789351220718

Quantity

we ship worldwide including United States

I Love You - Articles on marriage and relationship by Kajal Oza-Vaidya.

પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ લગ્નને જ જીવનનું અંતિમ ધ્યેય સમજે છે. બીજા લોકોનાં લગ્નો જોયા પછી પણ તેઓ એમ જ વિચારે છે કે, 'અમારાં લગ્ન બીજા કરતાં જુદાં જ હશે !' લગ્ન પછીના સાત વર્ષના ગાળા દરમિયાન મોટા ભાગનાં લગ્નો, સામાન્ય લગ્નો જેવાં જ થઈ જાય છે. રોમાન્સની અને 'આદર્શ લગ્ન'ની બધી જ કલ્પનાઓ, બધાં જ વચનો અને પ્રતિજ્ઞાઓ ધીરે ધીરે ઓગળી જાય છે. લગ્નજીવન ભાંગી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવતાં પતિ-પત્ની ધીમે ધીમે એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કરવા લાગે છે. કોઈ પણ સંબંધને સાદી માવજતની જરૂરિયાત હોય છે. લગ્ન જેવો નાજુક સંબંધ માવજતના અભાવે જ તદ્દન ભાંગી પડતો હોય છે. ભાંગી પડેલા કે મૃતઃપ્રાય થઈ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઈ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડાં સમાધાનની. આ પુસ્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઈ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. માત્ર ભૂલ સ્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી. ગઈ કાલ સુધીની તમામ ભૂલોને ઓળખી લઈને આજથી જ તમારા જીવનમાંથી એ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સંબંધ મળશે.
દરેક વ્યક્તિ ઇરછે છે કે એનાં લગ્ન આદર્શ હોય. ભાંગી ગયેલા,તૂટી ગયેલા લાગતા, મૃત:પ્રાય થઇ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઇ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડા સમાધાનની, આ પુસ્તક જાદુની લાકડી નથી,પરંતુ અનુભવમાંથી જન્મેલાં સાદા સમીકરણો છે જે તમારાં લગ્નને થોડું ખાતર, થોડું પાણી, થોડો તડકો જરૂર પૂરો પાડી શકશે
--કાજલ ઓઝા-વૈદ્ય
સુખી લગ્નજીવનની સરળ ફોર્મ્યુલા

There have been no reviews