Authors

Jay Vasavada

Jay Vasavada

List of Gujarati books by author Jay Vasavada. Buy online books by Jay Vasavada.

Most awaited gujarati book Ye Dosti by Jay Vasavada has been launched just in this Diwali. First time Gujarati book released on subject Dosti/Yaari/Friendship/Mitrarta which is considered as special relationship of the world.

Some of the best selling books of writer Jay Vasavada are Ye Dosti - Book of Friendship, JSK (Jaishree Krishna), Mummy Pappa, Jay Ho & many more.

View Products

James Hadley Chase

James Hadley Chase

About Author James Hadley Chase. List of books written in Gujarati by James Hadley Chase.

View Products

Jashuraj

Jashuraj

છવ્વીસ વર્ષીય જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી અને તેમાંથી નવલકથા તરફ જવાની પ્રેરણા મળી. તેમની કલમથી અત્યાર સુધી ઘણી અપ્રકાશિત ટૂંકીવાર્તાઓ અને બે નવલકથા, હિતશત્રુ અને દસ પાગલ, લખાઈ છે. હિતશત્રુ પ્રકાશિત થઈ ચુકી છે અને દસ પાગલ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.

View Products

Jasubhai Patel

જશુભાઈ પટેલ, અમદાવાદના નિવૃત્ત વકીલ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, સાહિત્ય, સંગીત અને અભિનયનો શોખ છે. એમણે ગીત, ગઝલ અને પ્રહસનો લખ્યાં છે. એમને વર્ષ ૨૦૦૬માં સ્નેહરશ્મિ પારિતોષિકથી સન્માન સાંપડ્યું. થોડાં વર્ષ ‘સંદેશ’માં સાપ્તાહિક કટાર ‘સંસાર દર્પણ’માં હાસ્ય લેખો લખ્યાં છે. ડઝનથી વધુ સ્વલિખિત એકાંકી નાટ્યોનું દિર્ગદર્શન કર્યું છે. શાસ્ત્રીત સંગીતની ગાયનમાં ઉપાંત્ય વિશારદ સુધીની તાલીમ લીધી છે. અમેરિકામાં વસતા એમના પુત્ર અને પરિવાર સાથે એવો સમય વિતાવે છે.

View Products

Jigisha Raj

અંતરના ઝરૂખેથી” એ લેખિકાના અંતરની વાત છે. આપણે દરેક આપણા અંતર સાથે રોજ સંવાદ કરતાં હોઈએ છીએ અને એ સંવાદ થકી આપણને આપણી ઓળખ મળે છે. આપણી જાત સાથેની સીધી વાત એટ્લે આપણે પોતે. “અંતરના ઝરૂખેથી“ના કાવ્યો એમની ઓળખ છે. આંતરમનના સંવેદનો, લાગણીઓ અને સંસ્મરણો – આ બધું જ અહીં ઠલવાયું છે. પ્રકૃતિ સાથેનો સંવાદ, મનના સંચલનો ને કેટલીયે યાદો. આ બધું અહીં હૂબહૂ નીતર્યું છે.

View Products

Jitesh Donga

જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ કર્યું, અને ચાંગા (આણંદ) થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જિનિયરિંગમાં જ તેણે પોતાની પહેલી નવલકથા વિશ્વમાનવ લખવાની શરુ કરેલી. જે અઢી વર્ષ સુધી લખાતી રહી. એન્જિનિયરિંગ પૂર્ણ કરીને નોકરી સાથે રોજ રાત્રે તેણે વિશ્વમાનવ લખવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે જીતેશની પહેલી નવલકથા વિશ્વમાનવ પ્રકાશિત થઇ. વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી. ખાસ કરીને યુવાન ગુજરાતી વાચકોને ગુજરાતી નવલકથાઓ વાચતા કરવામાં સફળ રહી. વાચન, લેખન, ખેતી, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.

View Products

Jivram Joshi

Jivram Joshi

One of the best childrens books writer Jivram Joshi

View Products

Jyotindra Dave

Jyotindra Dave

જ્યોતીન્દ્ર હરિશંકર દવે (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦): હાસ્ય નિબંધકાર. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.તેઓ ગુજરાતી હાસ્યસાહિત્યના મૂર્ધન્ય સર્જક છે. સાહિત્ય, કેળવણી, સામાજિક રાજકીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈપણ બાબત લેખકના હાસ્યનું લક્ષ્ય બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ ને બહુશ્રુતતાને કારણે એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે.

View Products