Vedic Ganit Mathemagic


Vedic Ganit Mathemagic

Rs 140.00


Product Code: 13480
Author: Talaviya Pradip
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 80
Binding: Soft
ISBN: 9789381061152

Quantity

we ship worldwide including United States

Vedic Ganit Mathemagic By Pradip Talaviya

વેદિક ગણિતનું મેથેમેજિક 

પુસ્તકની ઉપયોગીતા
=======================
         આપણા રોજીંદા જીવનમાં તથા સામાન્ય વ્યવહારમાં ડગલે ને પગલે ગણિત તથા ગણતરીઓની જરૂર પડે છે. દરેક વખતે કેક્યુલેટરનો ઉપયોગ કરવો શક્ય નથી. આ ઉપરાંત JEE, CAT, GCET, GRE, TAT, HTAT, TET, GPSC. UPSC જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઓછા સમયમાં ઘણી ગણતરીઓ કરવાની હોય છે તથા કેક્યુલેટરનો પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. આવા સમયે આ પુસ્તકમાં બતાવેલ ગણતરી માટેની ટુંકી રીતો ખૂબ જ ઉપયોગી નીવડે છે અને ઓછા સમયમાં વધુ ગણતરી શક્ય બને છે.

પુસ્તકનો ઉપયોગ કઇ રીતે કરવો
======================
         મિત્રો આ પુસ્તક આખુ વાંચી જવાને બદલે એક - એક રીતનો સારી રીતે અભ્યાસ કરો. એક રીતને બરાબર સમજો. ત્યારબાદ તે રીતના થોડા દાખલા ગણો. જયારે એક રીત બરાબર સમજાય જાય ત્યારબાદ જ બીજી રીતે સમજવાનું ચાલું કરો. સમજ્યા વિના વાંચી જવાને લીધે જરૂરીયાતના સમયે દાખલામાં ભૂલ થવાની શક્યતા રહેલી છે. આથી આપેલ રીતોને બરાબર સમજો અને નિયમિત તેનો ઉપયોગ કરતા રહો.

પુસ્તક કોના માટે ઉપયોગી
==========================
            ધોરણ 8 થી લઈને કૉલેજમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગણિત રસિકો માટે આ પુસ્તક ખુબ જ ઉપયોગી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરંપરાગત ગણતરીઓની રીતો સાથે આ પુસ્તકમાં બતાવેલ ટુંકી રીતોનો અભ્યાસ કરે તો જયારે તેઓ કૉલેજમાં આવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપવા માટે તૈયાર થાય ત્યારે તેને આટૂંકી રીતો ખૂબ જ સારી રીતે આવડી ગયેલ હોય છે. આથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે તથા પરિક્ષાઓમાં જવલંત સફળતા મેળવે છે.


There have been no reviews