Udya Vina Aambyan Aakash


Udya Vina Aambyan Aakash

Rs 550.00


Product Code: 19206
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 200
Binding: Soft
ISBN: 9788119644971

Quantity

we ship worldwide including United States

Udya Vina Aambyan Aakash by Rajani Patel | Gujarati novel book by Rajani Patel.

ઊડ્યાં વિના આંબ્યા આકાશ - લેખક : રજની પટેલ 

આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી નવલકથા

        પગ વગરનાં પગલાં જોવાં મળે એ જેટલું વિસ્મયકારી છે, પાંખ વગરનાં પંખીનું ગગનગામી ઉડ્ડયન જોવા મળે એ જેટલું અચરજ પમાડનારું છે એટલું જ વિસ્મયકારી અને અચરજ પમાડનારું સત્ત્વશીલ તત્ત્વ, ઊડ્યા વિના આકાશને આંબવાનું શ્રેય પ્રાપ્ત કરનારનું છે.
જે બાળકના જન્મથી જ એનો જીવનકાળ બે કે ત્રણ માસ સુધીનો જ છે એવું બિહામણું ભવિષ્ય જે ડૉક્ટરોએ ભાખ્યું હોય અને એ બાળકે જિંદગીના મધ્યાહ્‌ને પહોંચતાં સુધીમાં તો સાહિત્ય અને સમાજની દુનિયામાં હરિયાળા સંબંધોનું એક નોખું-અનોખું સામ્રાજ્ય ઊભું કરી દીધું! એ શું અચરજ નથી?
            એવી કઈ અગોચર શક્તિ હતી જેણે, તનથી તહસનહસ થઈ ગયેલા આ બાળકના મનને મજબૂતીનો આશીર્વાદ આપી ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે!’ના જીવંત આશાવાદને અમર રાખ્યો!
‘જિંદગી જીવી જાણવી’ અને ‘જિંદગી જીવી નાખવી’ – આ બંનેમાં કેટલો ફરક છે એ જાણવા માટે તમારે આ નવલકથા ‘ઊડ્યા વિના આંબ્યાં આકાશ’ વાંચવી જ રહી. આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી આ નવલકથા જીવનસંદેશાવાહક અચૂક બની રહેશે.


There have been no reviews