Sanskar Nu Sinchan

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sanskar Nu Sinchan by Puspa Antani | Gujarati book Child Stories book.સંસ્કાર નું સીંચન - લેખક : પુષ્પા અંતાણીબાળકોને સારા સંસ્કારની પરખ કરાવતી બાળવાર્તાઓ. 'સંસ્કારનું સીંચન' બાળકો માટેની વાર્તાઓનું પુસ્તક છે. આ સંગ્રહમાં શિશુઓને ગમે એવી પ્રાણી-પંખીઓની વાર્તાઓથી એક ડગલું આગળ જવાનો પ્રયાસ કર્યો છે. બાળક ઘરના ઉંબરમાંથી બહાર નીકળી શાળામાં જવા લાગે પછી એની સામે નવી દુનિયા ઊઘડવા લાગે છે. દાદાદાદી, માતાપિતા, ભાંડરુઓની હૂંફમાંથી બહાર નીકળી એ સ્વતંત્ર વ્યક્તિ બનવાનો આરંભ કરે છે. શાળામાં એ અન્ય બાળકોના સંપર્કમાં આવે છે. ઘરનાં વડીલોની સાથે શાળાનાં શિક્ષકો એનાં માર્ગદર્શક બને છે. શાળાનું વાતાવરણ પણ એમાં ભાગ ભજવે છે. સાથે ભણતાં બાળકોનાં વાણી, વર્તન અને સારી-ખરાબ સોબતની એના પર અજાણતાં જ છાપ પડે છે. શીખવા જેવી બાબતોની સાથે ન શીખવા જેવું પણ એ શીખે છે. આ ઉંમરે દરેક બાળક કોરી પાટી જેવું હોય છે. બાળપણ અને કિશોરાવસ્થાની વચ્ચે આવેલો ઉંમરનો આ તબક્કો બાળકોમાં સારા સંસ્કારનું સીંચન કરવાનો યોગ્ય સમય છે. બાળકોમાં સંસ્કારનું ઘડતર કરવા માટે બાળમાનસને સમજવું જરૂરી છે. એ માટે ઉપયોગી બની શકે એવાં જીવનમૂલ્યોનો સંદેશ આપતી આ બાળવાર્તાઓ બાળકો અને વડીલોને ઉપયોગી થશે. |