Rugved Ved Kathao


Rugved Ved Kathao

Rs 400.00


Product Code: 18152
Author: Vishnudev Pandit
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 169
Binding: Hard
ISBN: 9789351627043

Quantity

we ship worldwide including United States

Rugved Ved Kathao by Vishnudev Pandit | Stories from Rugveda in Gujarati.

ઋગ્વેદ વેદ કથાઓ - લેખક : વિષ્ણુદેવ પંડિત 

વેદકથાઓ વિશે 

કાકાસાહેબ કાલેલકર કહે છે...
                             વેદનો પરિચય આપનારાઓને નાનપણથી સાંભળતો આવ્યો છે. કેટલાકનો પરિચય મૂળ કરતાં પણ દુબોધ અને અઘરો થઈ જાય છે. એ જોઈને હું કહેતો કે, આ લોકો વેદનો બોજ ઉઠાવે છે. આપણા વિષ્ણુદેવ પંડિત વેદને પચાવી શક્યા છે. તેથી એમની પાસેથી જે વેદ-પરિચય મળે છે તે વેદ સમજવા માટે અત્યંત ઉપયોગી છે જ, પણ તેથી વિશેષ વેદની એમની વાણીથી ઉત્સાહ પેદા થાય છે. શ્રમમાંથી જે શ્રી પેદા કરે છે તે શ્રમ આશ્રમને લાયક છે, બાકીના બધા શ્રમો થકવે છે. હું સ્પષ્ટ જોઉં છું કે વિષ્ણુદેવે વેદ ઉપર પરિશ્રમ કરી વૈદિક ઋષિઓના આશીર્વાદ મેળવ્યા છે અને તેથી જ એમના લખાણમાંથી આપણને પ્રસન્નતાની શ્રી મળે છે.

રવિશંકર મહારાજ કહે છે... 
                            આ વિશ્વના ગ્રંથોમાં વેદનું સ્થાન પહેલું છે. એમાં ઋષિઓનું જ્ઞાન મૂકવામાં આવ્યું છે... વેદ એ અનુભવનું જ્ઞાન છે, જીવનમાં ઉતારવાનું જ્ઞાન છે. શ્રી વિષ્ણુદેવ પંડિત વેદના સારા જણકાર વિદ્વાન છે, વેદ-સાહિત્યનો તેમણે ઘણો સારો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેમણે તત્ત્વજ્ઞાનીઓ, સાધુપુરુષો અને વેદવિજ્ઞાનીઓનો સમાગમ સાધ્યો છે. વિશાળ વાચન અને સંતસમાગમના અનુભવના નિચોડરૂપે તેમને જે મળ્યું છે, તેને (શબ્દોમાં) ઉતારવાનો આ સફળ પ્રયત્ન છે. તેમની ભાષા સહેલી અને લોકભાગ્ય છે. તે ઉપરાંત વેદની વાણીનો ભાવ પકડવાની તેમની આગવી સૂઝ છે. તેને કારણે આ પુસ્તિકાઓ સારી રીતે લખાઈ છે...


There have been no reviews