Parenting by Dr. Krunal Panchal

Parenting by Dr. Krunal Panchal | Gujarati Child Development book.પરેન્ટિંગ - લેખક : ડો. કૃણાલ પંચાલસમસ્યા’ છે.. તો ‘સંજીવની' પણ છે..
અઘરું છે, પણ કરવું તો પડશે જ. હું માબાપોને કહીશ કે તમારા જીવનમાં એક ઉચ્ચ આદર્શ રાખો, અને તે આદશ અનુસાર હંમેશાં તમારું વર્તન રાખો. તમે જોશો કે તમારું બાળક આ આદર્શને પોતાની અંદર થોડે થોડે ઝીલવા લાગ્યું છે. દરેક બાળકને સ્વભાવિક રીતે જ પોતાનાં માબાપ તરફ માન અને અહોભાવ હોય છે. અને માબાપો જો સાવ નાલાયક નથી હોતાં, તો તેઓ બાળકોને હંમેશાં દેવ જેવાં લાગે છે. માબાપો, અમુક વિરલ અપપદ સિવાય, એ વાતનો તો કદી ખ્યાલ જ નથી કરતાં કે તેમની ખામીઓ, તેમની જલદ વૃત્તિઓ, નિર્બળતાઓ, આત્મસંયમનો અભાવ બાળકો ઉપર કેવી તો ભયંકર છાપ પાડે છે. તમારાં બાળકો તમને માન આપે એમ તમે ઈચ્છતાં હો તો પ્રથમ તો તમે પોતે જ તમારી જાતનું સન્માન કરતાં શીખો કદી ભૂલશો નહીં કે બાળકને આ જગતમાં જન્મ આપીને તમે તેના પ્રત્યેની એક ફરજ નોતરી લીધેલી છે. એ ફરજ તમારે ઉત્તમ રીતે અદા કરવાની છે. |