Mind Management Nu Vigyan


Mind Management Nu Vigyan

Rs 225.00


Product Code: 18700
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: Soft
ISBN: 9789392536083

Quantity

we ship worldwide including United States

Mind Management Nu Vigyan by Swami Mukundana | Gujarati edition of the book "The Science of Mind Management"

માઈન્ડ મેનેજમેન્ટ નું વિજ્ઞાન - લેખક : સ્વામી મુકુન્દાનંદ 

              આપણા મનની ગુણવત્તા આપણા જીવનની ગુણવત્તા નિશ્ચિત કરે છે. આપણું મન આપણો સૌથી નજીકનો સાથી અથવા આપણો સૌથી વિમુખ દુશમન બની શકે છે. અનિયંત્રિત મન આંતરિક શાંતિને હણી લે છે અને આપણા દરેક કાર્યને હાનિ પહોંચાડે છે. જો કે, યોગ્ય જ્ઞાન, પ્રશિક્ષણ અને શિસ્તની મદદથી આપણા મનની અમર્યાદિત ક્ષમતાને કર્યાન્વિત કરી શકય છે.
               મન પ્રબંધનનું વિજ્ઞાન- એ પુસ્તકમાં, સ્વામી મુકુન્દાનંદ માનવ મનના ચાર વિવિધ પાસાઓને આલેખે છે અને તેમના પર પ્રભુત્વ મેળવવા માટેનો. પથ સમજાવે છે. રમૂજભર્યા ટુચકાઓ, વાસ્તવિક જીવનમાં થતી ઘટનાઓ અને વાર્તાઓને વેદિક ગ્રંથો સાથે સાંકળી, તેઓ હળવાશપૂર્વક વાચકોને આ. આંતરિક યુદ્ધમાં વિજય મેળવવા માટે માર્ગદર્શન કરે છે.સ્વામી મુકુન્દાનંદ એક વિશ્વવિખ્યાત ભારતીય આધ્યાત્મિક શિક્ષક છે. તેઓએ તેમનું શિક્ષણ આઇઆઇટી અને આઇઆઇએમમાંથી મેળવેલ. છે. જગદ્ગુરુ શ્રી કૃપાળુજી મહારાજના સાંનિધ્યમાં અને માર્ગદર્શનમાં વૈદિક ગ્રંથોના ગહન અભ્યાસ કર્યા બાદ, સાંપ્રતમાં તેઓ પોતાનો સમય વિશ્વભરમાં સાચા અને ચિરંજીવી આનંદની પ્રાપ્તિના માર્ગ વિશે સમજાવવામાં વ્યતીત કરે છે. તેમના કાર્યક્રમોની વચ્ચેના અવકાશમાં તેઓ પુસ્તકો અને આલોચનાઓ પ્રકાશિત કરે છે અને સી.ડી અને ગ્રેવી તૈયાર કરી તેમના વિશ્વભરમાં રહેલ શિષ્યોનું જ્ઞાનદર્શન કરે છે.
              સ્વામીજીનાં પ્રવચનો ૨મૂજી, તેમનો પરિપેક્ષ તાર્કિક અને તેમના સૂચનો વ્યાવહારિક હોય છે. તેમના મન પરના વિજય, યોગ, ધ્યાન અને અધ્યાત્મ દ્વારા શારીરિક સ્વાસ્ય અને દૈનિક જીવન માટે કર્મયોગ જેવા વિષયો પરના પ્રવચનો ઘણાં પ્રખ્યાત છે.


There have been no reviews