Mehfil with Naishadh
Mehfil with Naishadh by Naishadh | Gujarati book | Article book.મહફિલ વિથ નૈષધ - લેખક : નૈષધરાત, વાત, નિરાંત ને એવું બધુ.... મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા ક્યારેક વહાલી લાગે છે, પરંતુ ગમતાંનો સાથ એ નવી ચેતના છે. કેટલીય પ્રતિભાને પોતાનાં સરનામાં આ મહેફિલોએ જ આપ્યાં છે. પુસ્તકનું નામ મહેફિલ હોવ એટલે સ્વાભાવિક રીતે તેની તરફ ખેંચાઈ જવાય! તેના [ પાને પાને શું રંગ જામ્યો હશે પ તે જાણવાની ઇચ્છા થઈ જોકે આ મહેફિલ ગ્રંથસ્થ થઈ એ પહેલાં, તે રેડિયોના એક કાર્યક્રમ તરીકે જન્મી હતી. રેડિયોથી શરૂ થયેલી સફર તેને ગુજરાતી મ્યુઝિક અને પોડકાસ્ટ એપ જલસો પર લઈ ગઈ. જલસો પર આ કાર્યક્રમ સાંભળનારો વર્ગ વિશાળ છે. તે ચાહકોએ જ આ શબ્દોને પુસ્તકનું સરનામું બતાવ્યું છે. ક્યાંક લખાતી, ક્યાંક જિવાતી તો ક્યાંક ડચકાં ખાતી જિંદગીની કથા માંડવાની જગ્યા છે. નૈષધની મહેફિલ છે. |