Khullam Khulla


Khullam Khulla

Rs 998.00


Product Code: 19033
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 270
Binding: Soft
ISBN: 9789393223272

Quantity

we ship worldwide including United States

Khullam Khulla by Rishi Kapoor | Gujarati edition of Rishi Kapoor's controvartial biography of Rishi Kapoor. | Life Story of Rishi Kapoor.

ખુલ્લમ ખુલ્લા - લેખક : ઋષિ કપૂર 

પ્રસિદ્ધ પિતાનો પુત્ર. પ્રસિદ્ધ પુત્રનો પિતા.
બંને વચ્ચે જોડતી કડી એટલે હું.

               જોકે ઋષિ કપૂર આનાથી ઘણા ઉપર હતા અને રહેશે. હિન્દી સિનેમામાં ઘણા ઓછા અભિનેતા છે, જેમણે વિવિધ પાત્રો ભજવ્યાં હોય, ‘મેરા નામ જોકર’ (૧૯૭૦)માં પોતાની શિક્ષિકાના પ્રેમમાં પડનાર કિશોરથી શરૂ કરી ‘કપૂર એન્ડ સન્સ’ (૨૦૧૬)ના ૯૦ વર્ષના નટખટ વૃદ્ધ સુધી. ઋષિ કપૂરે દર્શકોને લગભગ પાંચ દાયકા સુધી મનોરંજન કર્યું છે. પોતાની પહેલી ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય
પુરસ્કાર મળ્યો હતો અને હીરો તરીકેના પહેલા પાત્ર ‘બોબી’ (૧૯૭૩)એ તેમને
રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. ક્રોધ અને અસંતોષના હિન્દી ફિલ્મોના સમયગાળામાં તેમણે રોમેન્ટિક હીરો તરીકે પોતાની જગ્યા બનાવી અને એક પછી
એક હિટ ફિલ્મો આપી. તેમની ફિલ્મોનાં ગીતો આજે પણ રેડિયો અને વિવિધ માધ્યમો દ્વારા આપણે દિવસ-રાત સાંભળીએ છીએ. થોડા સમયના ઇન્ટરવલ બાદ ફરી એક વખત તેમના અભિનયની બીજી ઇનિંગ શરૂ થઈ, જેમાં તેમણે ‘દો દૂની ચાર’, ‘અગ્નિપથ’, ‘કપૂર એન્ડ સન્સ’ જેવી ફિલ્મો દ્વારા બોલીવુડના સૌથી ઉમદા અને વર્સેટાઇલ અભિનેતા તરીકે પોતાની ક્ષમતાને સિદ્ધ કરી દીધી.
તેમના સ્વાભાવિક, સ્પષ્ટ અને વેધક સ્વભાવની જેમ ‘ખુલ્લમ ખુલ્લા’ ઋષિ કપૂરના જીવનનાં તમામ પાસાંઓને તેમની જ ભાષામાં રજૂ કરે છે. તેમાં એક પ્રસિદ્ધ પિતાની છત્રછાયામાં ઊછરવાના, સ્કૂલમાં રજા પાડીને ‘મેરા નામ જોકર'ના શૂટિંગ પર જવાનું, પોતાની હીરોઇનો, પોતાની અભિનય કલા, ડિપ્રેશન, દાઉદ ઇબ્રાહીમ સાથે મુલાકાત અને બીજી ઘણી બધી બાબતો ખુલ્લમ ખુલ્લા રીતે રજૂ કરવામાં આવી છે. ‘ખુલ્લમ ખુલ્લા’ ભારતીય સિનેજગતના એક અદ્વિતીય અભિનેતાના મનની વાત છે, જે દર્શકો અને ચાહકોના મનને સીધી અસર કરે છે.


There have been no reviews