Geeta Ane Aa Zindagi


Geeta Ane Aa Zindagi

Rs 600.00


Product Code: 18976
Author: Haribhai Kothari
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 259
Binding: soft Cover
ISBN: 9789395556255

Quantity

we ship worldwide including United States

Geeta Ane Aa Zindagi by Haribhai Kothari | Gujarati book | Adhyatmik book by Haribhai kothari.

ગીતા અને અ ઝીંદગી - લેખક : હરિભાઈ કોઠારી 

                             સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે ૨જનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે ‘રામાયણ’ અને ‘મહાભારત' સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય ‘રામાયણ' અને ‘મહાભારત' દ્વારા જ થાય છે. ‘રામાયણ’ એક શાંત સરોવર જેવો ગ્રંથ છે. ‘મહાભારત' એક વિરાટ સમુદ્ર છે, આ ‘મહાભારત'ના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે, ગીતા અઢાર અધ્યાયમાં વિભાજિત છે અને એના 70) શ્લોક છે.ગીતાનું જન્મસ્થાન યુદ્ધભૂમિ છે. સામસામે બંને સેનાઓ છે. અર્જુન ૨થમાં છે. કૃષ્ણ એના સાથિ છે, અર્જનનું બીજું નામ પાર્થ છે એટલે કૃષ્ણ પાર્થસારથિ તરીકે ઓળખાય છે. ગીતા માનસશાસ્ત્રના ગ્રંથ તરીકે પણ ઓળખાય છે. એ એક રૂપક છે. કૌરવો અને પાંડવો આપણા મનમાં જ હોય છે. આપણું હૃદય જ યુદ્ધભૂમિ છે. થોડીક આ વિશેની પંક્તિઓ જોઈએ :
                                                 તું કૌરવ, તું પાંડવ: મનવા ! તું રાવણ; તું રામ!
                હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ! હરિભાઈ કોઠારી એક ભાવિક સજજન છે. એ જે કંઈ વાત કરે છે તે સહજ અને સ્વાભાવિક છે. ગીતા વિશે નિયમિત કંઈક ને કંઈક કહેતા રહ્યા છે. એમની વાણીમાં સાતત્ય છે. અને એકસૂત્રતા છે, પણ એકવિધતા નથી. એ જરૂર પડે દગંતો પણ આપે છે અને આંખ સામે અનેક સ્તરના શ્રોતાઓ હોય તો એ શ્રોતાઓને ગળે ઘૂંટડો ઊતરે એટલી સરસ રીતે વાત કરી જાણે છે. આ ગ્રંથ એમના અભ્યાસ-સાતત્યનો નિચોડ છે. જે કોઈ આ ગ્રંથ વાંચશે એને કશુંક ને કશુંક અમૂલ્ય અવશ્ય પ્રાપ્ત થશે.


There have been no reviews