Confession Box In Gujarati


Confession Box In Gujarati

Rs 150.00


Product Code: 18010
Author: Raam Mori
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9788194616290

Quantity

we ship worldwide including United States

Confession Box In Gujarati by Ram Mori |  From the author of Mahotu & Coffee Stories.

કન્ફેશન બોક્સ   - લેખક : રામ મોરી 

26 પત્રવાર્તાઓ
26 એવા કિરદાર જે હું અને તમે, કહો કે આપણે બધાં દરરોજ જીવીએ છીએ !
26 એવા કન્ફેશન જે મહામહેનતે કંઈ કેટલીય ગભરામણ અને સંકોચ પછી એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહી શકી છે !
26 એવા ‘સોરી’ અને ‘ થેંકયું ‘ જે કહેવામાં કોઈએ જીંદગી કાઢી નાખી છે....તો કોઈ માત્ર આટલું સાંભળવા માટે છેલ્લા શ્વાસ સુધી તરસતું રહ્યું છે !
અહીં 26 એવી જીંદગીઓની વાત છે જે તમારી આંખોમાં આંખ પરોવીને તમને કહેશે કે
“ અમારું આ કન્ફેશન ક્યાંક તમારા જીવનનું પ્રતિબિંબ તો નથીને ? જરા તપાસજો ! “

આ પુસ્તકમાં 26 પત્રો છે, કહો કે 26 કથાઓ છે. 26 પત્રવાર્તાઓ છે ! જેના કિરદારો હું પણ છું અને તમે પણ છો, એક રીતે આપણે બધા જ છીએ. આપણી આસપાસ ધબકતા સંબંધો છે. આ પત્રોની ‘પારકી’ વાતો વાંચતા જશો એમ એ ‘પોતાની’ વધારે લાગશે. આ પત્રો એ ટકોર છે, આપણા જીવાતા જીવનનો અરીસો છે અને ક્યાંક તમને વાત નહીં કરી શકતા તમારા જ કોઈ સંબંધનો ગળગળો અવાજ છે. આ પત્રો થકી સંબંધોની આસપાસ મૂંઝારાની, ફરીયાદની કે સંકોચની જે ધૂળ બાઝી ગઈ છે એ દૂર થાય ને બે મન એકબીજાની સાથે મોકળાશથી વ્યક્ત થઈ શકે તો એ આ પુસ્તકનું સૌભાગ્ય ગણાશે. આવો, હું તમને આપણી વાતો વાંચવા માટે નિમંત્રણ પાઠવું છું !

      કેટલાક અપરાધભાવ કે આભાર સમયાંતરે વ્યક્ત થઈ જવા જોઈએ નહીંતર કાળની થપાટે તમારી સાથે રાત દિવસ ધબકતી વ્યક્તિના શ્વાસ અટકી જાય એ પછીની ક્ષણોમાં માત્ર પારાવાર પસ્તાવો જ રહે છે ! જો મને મોકો મળ્યો હોત તો....જો એ સમયે મને ખબર હોત તો....આ ‘જો’ અને ‘તો’, આ બે શબ્દો વચ્ચેની જગ્યામાં કંઈ કેટલુંય રહી જાય છે અને સમયાંતરે થીજી જાય છે ! કોઈપણ બાબતનો સ્વીકાર કરવો, કંઈક કન્ફેસ કરવું એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. આપણી ભૂલોને સ્વીકારવી કે બીજાની ભૂલોને જતાવવી આ બંનેમાં ફરક છે જે અનુભવનો જ વિષય છે. કોઈના માટે ફરિયાદ હોવી એમાં કંઈ જ ખોટું નથી જ કેમકે સંબંધોમાં ફરિયાદો બંધ થાય એ પછી ધરબાયેલી અનેક સમસ્યાઓ ફૂંફાડો મારીને ઉભી થઈ જતી હોય છે. કંપેનીયનશીપ અને કોમ્પ્રોમાઈઝમાં એટલો જ ફરક હોય છે કે એકમાં દરેક સ્થિતિ-પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની સ્પેસ હોય છે અને બીજામાં દરેક બાબતે એવો સ્વીકાર હોય છે કે માણસ સમય જીવે છે કે કાપે છે એ ખબર નથી પડતી.


There have been no reviews