Chal Eva Mumbai Ma Jaie


Chal Eva Mumbai Ma Jaie

Rs 600.00


Product Code: 18035
Author: Pinki Dalal
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 272
Binding: Hard
ISBN: 9788184408218

Quantity

we ship worldwide including United States

Chal Eva Mumbai Ma Jaie by Pinki Dalal | Exclusive articles & memories about Mumbai.

ચાલ એવા મુંબઈ મા જઇએ - લેખક : પિન્કી દલાલ 

મુંબઈ,

ન જાણે કેટલાંય લોકોની કિસ્મત બદલી નાખતી જાદૂઈનગરી !! કહેવાય છે કે મુંબઈ એવી ભૂમિ છે, જે દોરો-લોટો લઈને આવનારને માલામાલ કરી દે છે અને મૂડી લઈને આવનારને કંગાળ. આથી ચાર દાયકા પૂર્વે મારે આ મહાનગરમાં વસવાની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે કુતૂહલતાથી નિહાળેલા મુંબઈ અને તેની સાથે જોડાયેલી વાતો મનને એટલી સ્પર્શી ગયેલી કે ભવિષ્યમાં પુસ્તક તરીકે પ્રગટ થવા માટેનું બીજ બની રહી.

મારી જન્મભૂમિખરી પણ મુંબઈ કર્મભૂમિ રહી છે.

મુંબઈની તવારીખનું ફલક એટલું તો વિશાળ અને જાજરમાન છે કે એનાથી કોઈ પ્રભાવિત ન થાય તો નવાઈ લાગે. એટલે મુંબઈને એક પુસ્તકમાં સમાવવું એટલે સાગરને ગાગરમાં કેદ કરવાનો મિથ્યા પ્રયાસ, પણ જે મુંબઈને દિલોજાનથી ચાહી હોય એને માટે નાની તો નાની પણ એક અંજલિતો ખરીને એવા જ એક પ્રયાસરૂપે આ પુસ્તકનું અવતરણ થયું છે. આશા છે મુંબઈની રોચક વાતો વાચકોને પણ એના પ્રેમમાં પાડી દેશે.


There have been no reviews