Aayurved Na Mulbhoot Siddhant


Aayurved Na Mulbhoot Siddhant

Rs 600.00


Product Code: 17247
Author: Anandmurti Guruma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 244
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Aayurved Na Mulbhoot Siddhant Gujarati book by Anandmurti Guruma | Gujarati Aayurved book | All books on Aayurved are available in Gujarati for online purcahse

આયુર્વેદ ના મૂળભૂત સિદ્ધાંત - લેખક : આનંદમૂર્તિ ગુરુમા

આ નંદમૂર્તિ ગુરુમા જેવી આધ્યાત્મિક ક્ષેત્રની સમ્માનીય  હસ્તી આયુર્વેદ તેમ જ શરીરવિજ્ઞાનના વિષય પર પણ જે કક્ષાની પકડ ધરાવે છે એ જોઈને સાનંદાશ્ચર્ય થયા વગર ન રહે. 
આજે એમના જે પુસ્તકની વાત કરવી છે એનો વિષય સ્વયંસ્પષ્ટ છે. સ્વાસ્થ એક એવો વિષય છે, જે આપણને સૌને તરત અપીલ કરે છે. સ્વાશ્ચ એટલે એઝેક્ટલી શું? સમદોષ: સમાગ્નિશ્ચ સમધાતુ મલકિય: પ્રસન્નાભેન્દ્રિયમના સ્વસ્થ ઈત્યભિધીયતે.
અર્થાત્ ત્રિદોષ (વાત, પિત્ત, કફ) સંતુલિત અવસ્થામાં હોય, શરીરનો અગ્નિ સંયમિત હોય, સપ્ત ધાતુ અને મળ-નિષ્કાસનની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરતી હોય અને મન, ઈન્દ્રિય તેમ જ આત્મા પ્રસન્ન હોય તો એ અવસ્થાને સ્વાસ્થની અવસ્થા કહે છે. | આયુર્વેદના સંદર્ભમાં દોષ એટલે શરીરની ધાતુ. વાત, પિત્ત અને કફ એ શરીરના ત્રણ દોષ એટલે કે ત્રણ મુખ્ય ઘટક છે, જે આપણા શરીરમાં સપ્ત ધાતુનું નિર્માણ કરે છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર (પુરુષમાં વીર્ય, સ્ત્રીમાં રજ).  જો ત્રણેય દોષ સંતુલિત હશે તો શરીરમાં સપ્ત ધાતુનું ઉચિત પ્રમાણ જળવાશે. શરીરમાં પાંચ પ્રકારના અગ્નિ હોય છે. શરીર રોગમુક્ત રહે એ માટે આ પાંચેયનું સંયમિત હોવું આવશ્યક છે. રાંધતી વખતે ચૂલો બહુ તેજ હોય તો અન્ન બળી જાય અને આંચ બહુ ધીમી હોય તો અન્નને રંધાતાં વાર લાગે. એ જ રીતે શરીરમાં પાચક અગ્નિ વિષમ કે મંદ હોય તો આપણા પાચનતંત્ર પર એનો  એ પ્રમાણે પ્રભાવ પડે છે. સમદોષ, સમધાતુ, સમઅગ્નિ સપ્રમાણ હોય અને સાથે સાથે જો મળ-નિષ્કાસન પણ ઉચિત માત્રામાં તેમ જ સમયસર થતું હોય તો આપણું મન પ્રલ્લિત રહે છે અને ઈન્દ્રિયો સાથે તાલ મિલાવીને કામ કરે છે. આ જ છે ઉત્તમ સ્વાથ્યની પરિભાષા. સ્વાથ્ય એટલે રોગની ગેરહાજરી એમ નહીં. આયુર્વેદ શરીરની જ નહીં, મનની પ્રસન્નતાને પણ તંદુરસ્તીનું જ એક અંગ ગણે છે. - પુસ્તકમાં સ્વાસ્થના આ તમામ ઘટકનાં લક્ષણ, પ્રકાર, પેટા-પ્રકાર, એને ઠીક કરવા વિશેના ઉપાય, વગેરે જેવાં બધાં જ પાસાં વિશે વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે. શરીરમાં પિત્ત વધારે પડતું છે એ શી રીતે ખબર પડે? આ રહ્યાં એનાં લક્ષણઃ ત્વચાનો રંગ પીળો પડે, ઠંડું ખાવા-પીવાની વધારે ઈચ્છા થાય, ઊંઘ ઓછી થઈ જાય, ખૂબ ક્રોધ આવે, ખૂબ તરસ લાગે, શરીરમાં-ખાસ કરીને છાતીમાં બળતરા થાય, ખંજવાળ-ફોડકી-ગૂમડાં થાય, મોં તેમ જ પરસેવો દુર્ગધયુક્ત બને, વગેરે. જો શરીરમાં પિત્તનું પ્રમાણ જરૂર કરતાં ઘટી જાય તો? તો બહુ ઠંડી લાગે, ભૂખ-તરસ ઘટી જાય, ત્વચાનું તેજ મંદ પડે, દૃષ્ટિ નબળી પડે, ઉત્સાહ ઘટી જાય,નબળાઈ જેવું લાગ્યા કરે ઈત્યાદિ. આપણા શરીરમાં વાત-પિત્ત-કફ આ ત્રણમાંથી કોઈ એક ધાતુ યા તો દોષની પ્રધાનતા હોય છે. ગુરુમાએ ત્રણેયનાં લક્ષણ પણ વર્ણવ્યાં છે,  જેમ કે વાતપ્રધાન વ્યક્તિનું શરીર દૂબળું-પાતળું હોય, અવાજ રૂક્ષ-ફાટેલો-મંદ હોય, કબજિયાત રહેતી હોય, શરીરમાં ઊર્જા ઓછી, પણ ચંચળતા બહુ હોય, શરીર હલાવ્યા કરવાની ટેવ હોય,  શરીરમાં ખાસ કરીને સાંધામાં દર્દની ફરિયાદ રહેતી હોય, સ્વભાવે ઉતાવળિયા હોય અને સહનશક્તિની કમી હોય! કફપ્રધાન વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક, રંગ ગોરો, અવાજ સ્પષ્ટ અને ભારે તેમ જ હાડકાં ને સાંધા મજબૂત હોય, સ્વભાવે શાંતસ્થિરસહનશીલ હોય, કામ-ક્રોધના આવેશ ઓછા હોય, એને શરદી-ઉધરસ તેમ જ શ્વસન સંબંધી રોગ થવાની સંભાવના વધુ | હોય, કામ ધીમે ધીમે અથવા વિલંબથી કરવાની આદત હોય. આરોગ્ય એવું ક્ષેત્ર છે, જેમાં નવાં સંશોધન અને નવી થિયરી પ્રકાશમાં આવતાં જ રહે છે. ક્યારેક એમનાં તારણ પરસ્પર એટલાં વિરોધાભાસી હોય કે  આપણે ગૂંચવાતાં રહીએ કે આ સાચું કે પેલું સાચું સેલડ ખાવાં શરીર માટે સારાં છે એવી આજે એક પ્રચલિત માન્યતા છે, પણ સદીઓ પહેલાં આયુર્વેદ કહી ચૂક્યું હતું કે વધારે પડતાં સેલડ ખાવાથી આંતરડાંમાં અવરોધ પેદા થાય છે. વધુપડતું કશું જ સારું નથી. સેલડ પણ નહીં. 0 ઋતુ પ્રમાણે ખાન-પાન બદલાવાં જોઈએ એવું સૌ સ્વીકારે છે. શરદ ઋતુ (૧૫ સપ્ટેમ્બરથી ૧૫ નવેમ્બર) આવી ચૂકી છે. વરસાદી ઋતુમાં શરીરમાં પિત્તનો સંચય થાય છે અને ચોમાસું પૂરું | થતાં સૂર્યનાં કિરણ શરીર પર પડે એટલે  આ જમા થયેલા પિત્તનો આ પ્રકોપ વધે. છાતી-પેટ-એડી-હાથ, વગેરે અંગોમાં બળતરા થવી, શરીરે લાલ ફોડકીઓ નીકળવી, વારંવાર ખંજવાળ આવવી, મોં કડવું થઈ જવું, ખાવાની ઈચ્છા ન થવી, ઊબકા આવવા, ઊલટી થવી, જુલાબ થવો, વગેરે પિત્ત-પ્રકોપના સંકેત છે. આ સીઝનમાં દેશી ઘી તથા દૂધ, તૂરિયાં-ટીંડોરાં-પાલક-ચીકુ-સંતરાં-દ્રાક્ષનું સેવન કરવું. - શરદ ઋતુમાં શાનું સેવન ન કરવું? અડદની દાળ, સૂકો મેવો, ખાટુંદહીં કે લસ્સી, અતિ ગરમ કે અતિ તીખા પદાર્થ તેમ જ કોલ્ડ ડ્રિક્સ. | ગીતા માણેક દ્વારા સંકલિત અને અનુદિત આ પુસ્તકમાં પંચકર્મ ચિકિત્સા, યોગાસન, સંતાનોત્પત્તિની પ્રક્રિયા જેવા કેટલાય મુદ્દાને પણ સ્પર્શવામાં આવ્યા છે. ૧૪ પ્રકરણ ઉપરાંત પરિશિષ્ટમાં એસ્ટ્રા ફીચર રૂપે પીરસવામાં આવેલી ચિક્કાર માહિતી આપણા રોજિંદા જીવનને ખૂબ ઉપયોગી બને એવી છે. અત્યંત સરળ અને રસાળ ભાષા તેમ જ અધિકૃતતા-આ પુસ્તકના સૌથી મોટા પ્લસ પૉઈન્ટ છે.માત્ર વાંચવા-વંચાવવા જેવું જ નહીં, બલકે અવારનવાર રિફર કરતાં રહેવું પડે એવું ઉપયોગી પુસ્તકો.


There have been no reviews