Mari Ghazalo Maro Aswad by Rajesh Vyas


Mari Ghazalo Maro Aswad by Rajesh Vyas

Rs 450.00


Product Code: 18478
Author: Rajesh Vyas
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 142
Binding: Hard
ISBN: 9789389361100
Age Group: Above 2 years

Quantity

we ship worldwide including United States

Mari Ghazalo... Maro Aswad by Rajesh Vyas. | Gazal In Gujarati. | Gujarati Gazals books by all popular writers available.

મારી ગઝલો .... મારો આસ્વાદ .... લેખક રાજેશ વ્યાસ 

આ બધી ગઝલો હું જીવ્યો છું. અહીં તેના વિશે સંગ્રહમાં થોડીક વિગતે વાતો કરી છે. મારી અંદર એક વિશ્વ પ્રવાસી છે. જેના મનના કેમેરા દ્વારા જે ઝીલાયું છે એ અહીં લખાયું છે. ગુજરાતમાં, ભારતમાં, વિશ્વમાં ફર્યો છું ફરવું ગમે છે. દુનિયાનો કોઈ પ્રદેશ કે જગ્યા અજાણ્યા નથી લાગતા. પહેલી વાર પગ મૂકું છું છતાં જાણે એ સ્થળે, એ વિસ્તારમાં પાછલા જન્મે આવી ગયો હોઈશ એવું લાગ્યા કરે છે. દુનિયાભરના રસ્તાઓ ગમે છે. જેસલમેરના ને જર્મનીના રસ્તાને મેં સરખા ચાહ્યા છે. દુનિયાનો કોઈ દેશ પારકો નથી લાગતો અને એટલે જ રશિયામાં હોઉં અને સેન્ટ પીટર્સબર્ગમાં બેલીનોચના દિવસોમાં બધું જોતો હોઉં તો એમ લાગે છે કે આ બધું પહેલા જોઈ ચૂક્યો છું.

હું રણઝણ્યો છું હું સમસમ્યો છું. સળગી ગયો છું ઝરણાની જેમ વહી ગયો છું. આ બધી વાતો આ સંગ્રહમાં છે. મને શ્રદ્ધા છે કે મારું આ પુસ્તક મારી આ ગઝલો મારી આ વાતો તમને ગમશે. સૌના આભાર સાથે આ પુસ્તકમાં પ્રવેશવા નિમંત્રણ પાઠવું છું.


There have been no reviews