Apradhi


Apradhi

Rs 300.00


Product Code: 522
Author: Zaverchand Meghani
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Apradhi by Zaverchand Meghani

 
મૂળ 1936-37ના ‘ફૂલછાબ’માં ચાલુ વાર્તા લેખે વર્ષ-સવા વર્ષ સુધી પ્રકટ થયેલ ‘અપરાધી’૧૯૩૮માં પુસ્તકાકારે પ્રગટ થઇ. વિવેચકોમાં ચર્ચિત આ પુસ્તકનો કેટલોક અંશ વાચકને તેમાં રહેલી ભાષા અને વિષય તરફ જરૂર આકર્ષશે:
‘આ શું બની બેઠું મારા હાથે!’ એણે એકલા એકલા આંટા મારતે મારતે પોતાના હોઠ કરડ્યા. ‘મારી આટલી મોટી ભૂલ કેમ કરતાં બની? મારા જીવનનાં ચાળીસ વર્ષોમાં મેં કદી એક પણ વખત આવી ગલતી, આવો અન્યાય, આવી ભ્રાંતિ દાખવ્યાં નથી. આ છોકરાએ પોતાના તેજોવધનો મને ગજબ બદલો આપ્યો. એણે ચૂપ રહીને મારી તમામ વિભૂતિ હણી નાખી છે. એ એક શબ્દ સામો બોલ્યો હોત તો મને આજે થાય છે તેટલો વસવસો ન થાત. મારા પ્રકોપને ઊભા રહેવાની તસુ જેટલી પણ ધરતી એણે નથી રહેવા આપી. મારો પરાજય સંપૂર્ણપણે થઈ ચૂક્યો. ... 

There have been no reviews