Zaverchand Meghani - Sadabahar Vartao


Zaverchand Meghani - Sadabahar Vartao

Rs 240.00


Product Code: 17942
Author: Zaverchand Meghani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789389858075

Quantity

we ship worldwide including United States

Zaverchand Meghani - Sadabahar Vartao by Zaverchand Meghani | Gujarati stories by Zaverchand Meghani | All Gujarati books of Zaverchand Meghani available for online shopping.

ઝવેરચંદ મેઘાણી - સદાબહાર વાર્તાઓ - ઝવેરચંદ મેઘાણી 

                 જન્મઃ 28 ઑગસ્ટ 1896. 1917માં ભાવનગરની હાઇસ્કૂલમાં શિક્ષક થયા. 1918માં કલકત્તા જઈ ચડ્યા. પહેલવહેલું ગીત `દીવડો ઝાંખો બળે' રચાયું. 1923માં `સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયાં. 1927 સુધીમાં `રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા. 1928-29માં બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે `પ્રિયત' ગણેલાં ગીતોના સંગ્રહો `વેણીનાં ફૂલ' અને `કિલ્લોલ' આપ્યા. 1929માં લોકસાહિત્યના સંશોધન બદલ પહેલો `રણજિતરામ સુવર્ણચંદ્રક' (1928) અર્પણ થયો
                   1931માં ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું `છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું. એ જોઈને ગાંધીજી એ કહ્યું : `મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.' તે પછી મેઘાણી `રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા. 1945માં 23 વરસના પત્રકાર જીવનમાંથી નિવૃત્તિ લીધી. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક `માણસાઈના દીવા' લખ્યું. 1946માં ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં વિભાગના પ્રમુખ બન્યા. 1947માં માર્ચની 9મીએ દેહ છોડ્યો.


There have been no reviews