Trading In The Zone
Trading In The Zone by Mark Douglas | Gujarati Share Bazar bookટ્રેડિંગ ઇન ધ ઝોન - લેખક : માર્ક ડગલ્સશેરબજારમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને વિજયી અભિગમ થી સફળતા મેળવતા શિખવતું પુસ્તક. તમે શૅરબજાર વિશે ઘણું બધું જાણતા હશો. તમે પ્રમુખ ટ્રેડરોને, ક્યારે ખરીદવું. ક્યારે વેચવું અને કયા શેરોમાં ભાવ વધવાની ક્ષમતા છે એ પણ જાણતા હશો. પરંતુ તમે તમારી જાતને કેટલી સારી રીતે જાણો છો?સૌથી વધુ હોશિયાર, ખૂબ પ્રેરિત, સારી રીતે ટ્રેડ કરતા ટ્રેટરો પણ નકારાત્મક વિચારસરણીથી પંગું થઈ શકે છે જેનાથી નબળા નિર્ણયો લેવાય છે અને ટ્રેડિંગમાં ભૂલો થાય છે. તેઓ ચોક્કસ ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોય છે અથવા તેમના ટ્રેડને યોગ્ય રીતે કરવા માટે જરૂરી આત્મવિશ્વાસનો અભાવ હોય છે અથવા તેઓ ટ્રેડિંગ અથવા શૅરબજારની પ્રકૃતિમાં ઊંડાણપૂર્વક વણાયેલા માનસિક વિરોધાભાસો અને ગેરસમજોથી દોરાઈને તેમના શેર પસંદ કરે છે.પરિણામ? ટ્રેડિંગના પ્રથમ વર્ષમાં મોટાભાગના ટ્રેડરો તેમના બધા અથવા મોટાભાગના પૈસા ગુમાવે છે. *ટ્રેડિંગ બિહેવિયર ડાયનેમિક્સ'ના પ્રેસિડેન્ટ અને વોલસ્ટ્રીટની સૌથી મોટી કંપનીઓમાંથી ઘણીમાં ખૂબ આદરણીય મનાતા ટ્રેડિંગ કોચ માર્ક ડગલસે છેલ્લાં 20 વર્ષથી ટ્રેડરોને આત્મવિશ્વાસ, શિસ્ત અને વિજયી અભિગમ વિકસાવવામાં મદદ કરી છે, કારણ કે તે ગુણો શૅરબજારમાં નિપુણતા મેળવવા માટે જરૂરી છે. |





