Tari Aankhoma
Tari Aankhoma by Varsha Adalja | Gujarati Short Stories book.તારી આંખોમાં - લેખક : વર્ષા અડલજાસત્યનાં બીજમાંથી પાંગરેલી કથાઓ. બાળકોની સ્કૂલ પિકનિકની બસને ભયંકર અકસ્માતના ખબર મળતાં જ રત્ના ભાંગી પડી. નિશા અને ગૌરી સાથે કાર દોડાવી અને પુના ઘાટ પર પહોંચી ગઈ. બહુ ખરાબ અકસ્માત હતો. માતાપિતાનાં આકંદથી પહાડ પણ પૂજી ઊઠ્યો હતો.અર્જુન ધવાયો હતો, પણ ટ્રીટમેન્ટ પછી ઍમ્બ્યુલન્સમાં રત્ના દીકરાને ઘરે લાવી. પતિ અમેરિકાથી કૉન્ફરન્સ પડતી મૂકી ફ્લાઇટ બદલતાં ઘરે પહોંચતાં જ જગમોહન અર્જુનના રૂમમાં દોડી ગયા.અર્જુનને એના બેડરૂમની બારી પાસે જ સૂવું છે, જ્યાંથી તેને દેખાય છે બંગલાનું પાછવું આંગણું, જ્યાં સંજુ સાથે એણે બર્થડે હજી હમણાં જ ઉજવ્યો હતો. જગમોહન આવતાંવેંત અર્જુનને વળગી પડ્યા, |





