Super Kids

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Super Kids by Dr. Rakesh Kumar Patel | Gujarati Child Development book | How to develop your children in the AI?સુપર કીડ - લેખક : ડો. રાકેશ કુમાર પટેલAI ના જમાનામાં તમારાં બાળકોને Develop કેવી રીતે કરશો? આપણે સૌ અત્યારે Alના સમયકાળમાં જીવી રહ્યાં છીએ. AIને અત્યારે આપણે તૈયાર કરી રહ્યાં છીએ, જ્યારે આવનારો સમય કદાય એવો હશે કે માનવજાત અને AI સામેસામે હશે. અને એ સમયકાળ માટે આવતી પેઢીને તૈયાર કરવાની આજે તાતી જરૂરિયાત છે. બાળકો અનાદિકાળથી આવનારા સમયનું ભવિષ્ય જ હોય છે, પણ એ આવનારા સમય માટે બાળકોને તૈયાર કેવી રીતે કરી શકાય એ અંગેના શાસ્ત્રીય માર્ગદર્શનનો અભાવ રહ્યા કરતો હતો. આ પુસ્તક એ દિશામાં એક સચોટ પ્રદાન છે. આદર્શ ગર્ભવિજ્ઞાન, ઉત્તમ પરિવાર શિક્ષણ, શ્રેષ્ઠ શાળા શિક્ષણ અને અતિશ્રેષ્ઠ મનોઘડતર દ્વારા બાળકના સર્વાંગી વિકાસની સંપૂર્ણ પ્રક્રિયા અહીં વિસ્તૃત રીતે દર્શાવવામાં આવી છે. |