Satori

Satori by Dr. Nimitt Oza | Gujarati Novel book | A story from sadness to redemption.સટોરી - લેખક : ડો. નિમિત્ત ઓઝા.ઉદાસીથી ઉદ્વાર સુધીની કથા.સટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે. આપણને સહુને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મ-ખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે. ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે. વિષાદમાંથી સાંખ્ય સુધી જવા માટે એક પર્સનલ કૃષ્ણની જરૂર વર્તાય છે. વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે આત્મબોધ જન્મે છે. જ્ઞાનમાર્ગ ગુગલ પર નથી જડતો. ત્યાં સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે. પુસ્તક, પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય, આ ત્રણેય આપણો ઉદ્ધાર કરે છે. એ બુદ્ધની હોય કે કૃષ્ણની, મહાવીરની હોય કે મહાત્માની, આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી હોય છે. કથા જ આપણું કલ્યાણ કરે છે. એવી જ એક કલ્યાણકારી કથા એટલે સટોરી. |