Sapna Ni Vasiyat


Sapna Ni Vasiyat

New

Rs 270.00


Product Code: 19491
Author: Varsha Adalja
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 116
Binding: soft
ISBN: 9789361975165

Quantity

we ship worldwide including United States

Sapna Ni Vasiyat by Varsha Adalja | New Short Stories book by Varsha Adalja.

સપના ની વસિયત - લેખક : વર્ષા અડલજા 

જિવાતા જીવનને આલેખતી સંદેવનશીલ વાર્તાઓ.

                     એ ચોપાટી પર, સંધ્યાસમયની ભીડમાંથી રસ્તો કરતો દૂર સુધી રેતીમાં ખૂંપેલી હોડીઓ પાસે પહોંચ્યો.
                                              એક હોડીની આગળ પાટિયું જડેલું હતું ત્યાં કુશાન બેઠો. સામે છેક ક્ષિતિજની ધાર સુધી દરિયો ફેલાયેલો હતો. અનાવૃત. એના ઘુથવતાં મોજાં એના એકલાની જ સાથે ગોઠડી માંડતાં હતાં, ભુજંગની જેમ ફેણ માંડી ધસી આવતાં હતાં. સૂર્યનાં અંતિમ કિરણો એમના માથે મણિની જેમ ઝળહળતાં હતાં.ભરતીનાં મોજાં છેક એના પગ સુધી ધસી આવી એને આહવાહન આપતાં હતાં, સાગરસફરે નીકળી પડવાનું. એ હોડીમાં હતો છતાં ન આ સફર હતી, ન કશે જવાનું હતું. હોડીની જેમ રેતીમાં એ ખૂંપી ગયો હતો.ગઈ રાત્રે જ માએ એને સામે બેસાડી વીલ આપ્યું હતું, સપનાંની વસિયત હતી. એ. અને વર્ષોથી મનની ધરતીમાં ઊંડે ધરબી રાખેલી વાત કહી હતી. એ ચમકી ગયો હતો. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલા બધા ચરુમાં હંમેશાં હીરામોતીનો ખજાનો નથી હોતો, ક્યારેક ફૂંફાડા મારતા ભોરિંગ પણ હોય છે. એ વસિયત આપવા એકતાને અહીં બોલાવી હતી. એને ડર હતો એકતા શું કહેશે.


There have been no reviews