O' Jeevan Gujarati Magazine


O' Jeevan Gujarati Magazine

Rs 7950.00


Product Code: 19111
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 103
Binding: Soft

Quantity

we ship worldwide including United States

O' Jeevan Gujarati Magazine 1 year Subscription.
12 Issues Per Year. Monthly Delivery. 

“ઓ' જીવન સાથેની આપણી આ પહેલી સફર"

ઓ’જીવન

ઓે’જીવન એક ઉદ્ગાર છે. રોજિંદુ જીવન જ્યારે કંટાળાજનક લાગે, જીવન માણવાને બદલે માત્ર જીવવા લાગીએ, કોઈ ચોક્કસ ઢબમાં આપણે બંધાઈ ગયા હોઈએ એવું માલૂમ પડે, ત્યારે એક ભાવના હૃદયમાં પગપેસારો કરી લે, ડર લાગે, પણ સાથે જ નવી હિંમત પણ પેદા થાય અને એ છે આ જીવનને બદલવાની, ફરી એના પ્રેમમાં પડવાની. ત્યારે દિલમાંથી એક ઉદ્ગાર નીકળે છે એ છે - ઓે’જીવન!

ઓ’જીવન એટલે ઓજસથી ભરેલું જીવન. અંધકારમાં અટવાઈ પડેલ જીવનને કોઈ પ્રકાશિત લિસોટો દેખાય અને એ તેજ એની અંદર ઊતરીને એ પોતે પણ તેજોમય બને, એવું પ્રકાશિત થયેલું જીવન એટલે ઓ’જીવન.

ઓે’જીવન; જે તમને ગમે, તમારું પોતીકું લાગે, તમને નવરાશમાં રસબોળ કરી દે, પ્રેરણા આપે, જીવનમાં હકારાત્મકતા લાવે, સાવ સરળ ભાષામાં બોધ પણ આપે અને આનંદ પણ આપે. ઓે’જીવન હાથમાં લેતાં જ એમ લાગે કે, જાણે આ તો મારી જ વાત કરતું હોય! અવિરત એ નવું લાગે, પણ પોતાપણું બરકરાર રાખે.

આશા છે કે, આ ઓે’જીવન મૅગેઝિન તમને આજીવન પ્રગતિની રાહ પર ચાલવામાં મદદરૂપ થાય અને સતત યાદ કરાવે કે, “અરે, ઓ…જીવન! કદાચ તું ભલે ક્યારેક વાજબી ન પણ લાગે, પણ તું ચોક્કસ માણવા યોગ્ય છે.”

*****
“ઓ’જીવન સાથેની આપણી આ સફર” 

એક કૂંપળ ફૂટી છે. સાહસ અને ધૈર્યથી એનું સિંચન કરી “ઓ’જીવન” નામે ઘેઘૂર વટવૃક્ષના નિર્માણનું અમે કાર્ય કરી રહ્યા છીએ. આજની દોડતી ભાગતી જીવનશૈલી વચ્ચે ચૂપચાપ અવાજ કર્યા વગર હવા માફક જિંદગી વહી રહી છે. એનો પારદર્શક સ્પર્શ આપણા ખભા પર અડે એ પહેલાં તો દિવસ પૂરો થઈ જતો હોય છે. આપણે અને જીવન એકબીજાની સામસામે ભાગ્યે જ આવી શકીએ છીએ, માટે જીવન સાથે બેસી થોડી વાતો કરવાની જરૂર લાગે છે અને “ઓ’જીવન” પણ એ જ ઇચ્છે છે. એક ચોક્કસ ઢબમાં ગોઠવાઈને કંટાળાજનક બની ગયેલ જીવનમાં નવા રંગો પુરાય, વ્યક્તિ પોતાના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપે, જાગૃત બની જીવનના દરેક પાસાને નજીકથી જુએ અને એનો ભરપૂર આનંદ માણે એ લક્ષ્ય સાથે અમે આ મૅગઝિન શરૂ કરી રહ્યા છીએ. 

ઓ’જીવનના દરેક અંકમાં અમે એ ધ્યાન રાખ્યું છે કે વ્યક્તિગત વિકાસના સઘળાં પાસાંઓ, જેવાં કે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને અમે આવરી લઈએ. આ મૅગઝિનમાં વાચકોને પોતાના માર્મિક લખાણ માટે જાણીતા લેખક રાજ ગોસ્વામીની કૉલમ “યે જીવન હૈ” દ્વારા જીવનના અવનવા પાસાંઓ વિશે વાંચવા મળશે. “જિપ્સી ટ્રાવેલર”થી જાણીતા લેખક હર્ષલ પુષ્કર્ણા પોતાની કૉલમ “એક સફર, જ્ઞાનસભર” દ્વારા ટ્રાવેલિંગના રસપ્રદ અનુભવો લઈ આવ્યા છે, જ્યારે પ્રખ્યાત સાયકોલોજિસ્ટ અને લેખક એવા ડૉ. પ્રશાંત ભીમાણી “મનોવિશ્લેષણ” કૉલમ થકી “માનસિક સ્વાસ્થ્ય”ની અલગ અલગ સમસ્યાઓ વિશે વાત કરે છે. જાણીતા લેખક રઈશ મનીઆર મોટીવેશનનો ડોઝ હાસ્યમાં ઝબોળી “પંચાતીનું પંચામૃત” વહેંચવા આવી ગયા છે. “P ફોર પેરેન્ટિંગ” કૉલમ થકી વિખ્યાત લેખક શૈલેશ સગપરીયા પેરેન્ટિંગનાં પાઠો લઈને આવ્યા છે. ફિલ્મો અને પુસ્તકોને વલોવી માખણની જેમ તારવેલું જ્ઞાન પીરસવા દિવ્યકાંત પંડ્યા “જિંદગી ઓન સ્ક્રીન” અને ઝલક ચાવડા “પુસ્તકને પેલે પાર” કૉલમ લઈ આવ્યા છે. મુર્તુઝા પટેલની કૉલમ “O’હ આઇડિયા”, વર્ષા દવેની કૉલમ “નાણે નાથાલાલ”, ડૉ. પ્રજ્ઞેશ નાથાવતની કૉલમ “તન-દુરસ્તી” અને અભિષેક ઉપાધ્યાયની કૉલમ “આત્માની અટારીએથી” પણ આ પ્રથમ અંકથી શરૂ થઈ રહી છે. “મુકામ પોસ્ટ મેરેજ” દ્વારા કાનજી મકવાણા લગ્ન વિષયક વાતો અને “વીમેન ફ્રોમ વીનસ” દ્વારા સંદિપા ઠેસીયા સ્ત્રી વિષયક વાતો વાચકો સમક્ષ મૂકે છે. 

ઓ’જીવન મૅગઝિનના દરેક અંકમાં આપને આવી જ જાણવાલાયક અને માણવાલાયક વાતો મળતી રહેશે, એ અમારું વાચકોને વચન છે. 

FREQUENCY : Monthly
CATEGORY: Life Style Magazines, Gujarati

Average Customer Rating:


1 Most useful customer reviews
Nilesh patel
Jul 29, 2023
It's awesome book for Gujarati readers.

Loading...Was the above review useful to you? Yes (0) / No (0)