Nava Bharatni Ranniti


Nava Bharatni Ranniti

Rs 550.00


Product Code: 18934
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 216
Binding: Soft
ISBN: 9789395556040

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Nava Bharatni Ranniti by S. Jaishankar | A reliable chart of India's rise in a changing world.

નવા ભારતની રણનીતિ - લેખક : એસ જયશંકર 

પરિવર્તનશીલ વિશ્વવ્યવસ્થામા ભારતના ઉદયનો વિશ્વસનીય આલેખ.

                          ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા, લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે. વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના વાઇરસની મહામારીના સમયગાળામાં વૈશ્વિક વ્યવસ્થાનું જૂનું માળખું ખાસ્સે હચમચી ગયું છે, અને તેની જગ્યાએ નવી ગોઠવણો અને બાંધછોડ આવી રહી છે. દુનિયાના તમામ દેશોના પારસ્પરિક સંબંધોમાં નવી જરૂરિયાતો, નવી મજબૂરીઓ અને નવી આશાઓ ઉમેરાઈ છે અને એ પ્રમાણે દરેક પોતાની ચાદરોને આઘીપાછી કરી રહ્યા છે. આ આત્માઓનો સંઘર્ષ છે. ભારતની એમાં અગત્યની ભૂમિકા છે.
                   એક તો ભારતની આંતરિક સ્થિતિની એવી માંગ છે કે તે વિશ્વ સાથે વધુ આત્મવિશ્વાસ અને નવાં લક્ષ્યોની પૂર્તિ માટે પેશ આવે. બીજું, દુનિયાના અન્ય દેશોની માંગ છે કે એક વધુ ન્યાયી અને ઉદાર વિશ્વની રચના માટે ભારત તેના સમૃદ્ધ ઇતિહાસ અને અનુભવ સાથે સક્રિય ભૂમિકા ભજવે. એમાં ભારત સામે બે પ્રકારના પડકારો છે. એક તેના નિકટતમ પડોશીઓને લઈને છે અને બે, પોતાને દક્ષિણ એશિયાના દાયરામાં સીમિત ન રાખીને બાકી વિશ્વમાં થઈ રહેલા ફેરફારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવવી, જેથી આવનારી સદીમાં વિશ્વ સ્તરે એનું સ્થાન વધુ મજબૂત થાય. ભારત આ કેવી રીતે કરશો ? આ પુસ્તકમાં તેનો જવાબ છે. ભારતના વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આ પડકારોનું વિશ્લેષણ કરીને નીતિગત પ્રક્રિયાનો અંદાજ આપે છે. ભારત ત્રણ પ્રકારનાં ઉત્તરદાયિત્વો સાથે નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભૂમિકા અદા કરવા જઈ રહ્યું છે, પોતાનાં રાષ્ટ્રીય હિતો. આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અને તેની ઐતિહાસિક પરંપરાઓનો બોધ, ભારત આ ત્રણ અપેક્ષાઓ પર કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેની એક રસપ્રદ રૂપરેખા વિદેશમંત્રી અહીં આપે છે.


There have been no reviews