Manorajan Karavnari Lokjatio


Manorajan Karavnari Lokjatio

Rs 600.00


Product Code: 19263
Author: Joravarsinh Jadav
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Binding: Hard
ISBN: 9789395880954

Quantity

we ship worldwide including United States

Manorajan Karavnari Lokjatio by Joravarsinh Jadhav

મનોરંજન કરાવનારી લોકજાતિઓ - લેખક : જોરવારસિંહ જાધવ.

લુપ્ત થતી કલાઓની ચિંતા

             પોતાના વ્યવસાયમાંથી આજીવિકા ન મળતાં લાચાર થઈ બાપ-દાદાનો ધંધો છોડીને શહેરમાં નોકરી-મજૂરી કરવા માંડયા છે. વર્ષો જૂની પેઢીપરંપરાથી જનમનરંજન કરી વેટિયું (રોટલો) રળી લેતા કલાકારો
                       વાદી-ગારુડી, મદારી, કઠપૂતળી, નટ-બજાણિયા, ભવૈયા, બહુરૂપી, ઢોલીઓ, રાવણહથ્થાના કલોકારો, ધમાલનૃત્ય કરતા સીદી બાદશાહો વગેરે જેવી લોકમનોરંજનની વિવિધ કલાઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે તેનો વસવસો છે. 50 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં ભવાઈ કરનાર ભવાઈ કલાકારોના 80થી 100 પેડા (ભંડળો) ગામડામાં જઈ આઠઆઠ મહિના ગ્રામ્યપ્રજા ભવાઈવેશોને માણતી. આ ભવાઈવેશો ગામડામાં મનોરંજન સાથે શિક્ષણનું અને સમાજ-સુધારણાનું કામ કરતા. આજે સૌરાષ્ટ્રમાં આગળીના વેઢે ગણી શકાય તેવા પાંચ-પંદર મંડળો માંડ બચવા પામ્યા છે જે છે તે કલાકારોની આ છેલ્લી પેઢી છે તેમની બાળકો આ વ્યવસાયમાં પડવા માગતાં નથી અને શહેરમાં નોકરી-ધંધે અને મજૂરીએ લાગ્યા છે. પ્રચાર માધ્યમોના મનોરંજનની ભરમારમાં આ કલાને કેવી રીતે બચાવી શકાય તેની ચિંતા થવી સ્વાભાવિક છે. ભવાઈના વેશો કરતા. એ કાળે ગામડામાં મનોરંજનના સાથેનો ખાસ નહોતા.
                       એટલે કલાકારોના સદ્ભાગ્યે સંગીતનાટક અકાદમી નવી દિલ્હીના ઉપક્રમે તેના ચેરમેન ડો. સંધ્યા પુરેચા અને વા.ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા આ લોકકલાઓને સંમાર્જિત કરીને યુવાનોને ફરી રસ લેતાં કરીને કેવી રીતે લોકભોગ્ય બનાવી શકાય તેની નક્કર યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. આ કલાકારોની કલા અને જીવનશૈલી જાણવાનું વાચકોને ગમશે


There have been no reviews