Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe By Darshali Soni. From this book you can learn how to do your business, job or life management in a big way. મેનેજમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે લેખક દર્શાલી સોની વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના મેનેજમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર. લેટ્સ લર્ન શ્રેણીનું પુસ્તક આ પુસ્તકમાં અંગ્રેજીમાં મેનેજમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.આ પુસ્તકમાં મેનેજમેન્ટ પરના પીટર એક ડ્રકરનાં કલાસિક માનતા પુસ્તકથી માંડીને ડિજિટલ યુગમાં મેનેજમેન્ટનું મહત્વ અને ઉપયોગીતા સમજાવતા વિશ્વના આ વિષય પરના શ્રેષ્ઠ એવા ૧૦ પુસ્તકોનો સાર રજૂ કરવામાં આવ્યો છે. આધુનિક વ્યવસાય કે ઉદ્યોગ મેનેજમેન્ટ વગર અસ્તિત્વમાં જ ન આવ્યા હોય. મેનેજમેન્ટ વગર વિશ્વમાં આજે જે પ્રગતિ દેખાય છે તે થઇ ન હોત. મેનેજમેન્ટ માત્ર ધંધામાં જ નહીં જીવનનાં ડગલેને પગલે મહત્ત્વનું છે. આ પુસ્તકમાંથી આપ આપના વ્યવસાય, નોકરી કે જીવનનું મેનેજમેન્ટ બહેતરીન રીતે કરવા શું કરવું જોઈએ તે શીખી શકશો. |