Lets Talk Mutual Funds (Gujarati Edition)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Lets Talk Mutual Funds by Monika Halan | Gujarati Share Market Book | Investment Guide, Smart Techniques | Financial Planning.લેટ્સ ટોક મ્યુચલ ફંડ - લેખક : મોનિકા હાલનએક વ્યવસ્થિત - સ્માર્ટ ટેકનિક જે તમારા માટે કામ કરતું રહેશે.છેલ્લા બે દસકાઓમાં રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડો એક પસંદ ગીપાત્ર સાધન બની ગયા છે. તેઓ જરૂર પડે ત્યારે પૈસા મળવાની ગૅરંટી, દાખલ થયાની અને બહાર નીકળવાની સરળતા અને ઊંચા વળતરની શક્યતા – આ બધું આપે છે. આને કારણે રોકાણનાં પરંપરાગત માધ્યમો- સોનું, જમીન-મકાન અને ફિક્સ ડિપોઝિટો કરતાં લોકો મ્યુચ્યુઅલ ફંડોને વધારે પસંદ કરતા થયા છે. જોકે તેમની લોકપ્રિયતા ભારતમાં વધી હોવા છતાં આપણા લાભમાં તેમનો ઉપયોગ કરવાની આપણી આવડત વધી નથી. હજારો પ્રકારનાં વિકલ્પોને કારણે રોકાણકારો ઊલટા ગૂંચવાઈ જાય છે. બેસ્ટસેલિંગ લેખિકા અને ભારતના સૌથી આદરપાત્ર નાણાકીય સલાહકાર મોનિકા હાલન આ પુસ્તકમાં આપણને મ્યુચ્યુઅલ ફંડો વિશે સલાહ આપવાનું સરસ કામ કરી રહ્યા છે. સરળ, સહેલાઈથી સમજી શકાય તેવી ભાષામાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણને કઈ રીતે લાભદાવી બનાવી શકાય તે દર્શાવીને આપણા નાણાંનું યોગ્ય મૅનેજમૅન્ટ, બાળકોનું શિક્ષણ, પરનું ઘર બનાવવું, શાંતિભરી નિવૃત્તિ ગાળવી... આ બધાં ધ્યેયો પ્રાપ્ત કરવામાં તેમનું આ પુસ્તક આપણને ખૂબ મદદરૂપ થવાનું છે.આ પુસ્તક આપણને આપણા નાણાકીય પ્લેપો કોઈ 'ટ્રિક' કે 'ટ્રિપ' વિના - ફક્ત એક 'સ્માર્ટ' પદ્ધતિ દ્વારા મ્યુચ્યુઅલ ફંડોને આપણા માટે કામ કરતા કરે છે. |





