Humbo Humbo


Humbo Humbo

Rs 270.00


Product Code: 17384
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 124
Binding: Soft
ISBN: 9788184409819

Quantity

we ship worldwide including United States

Humbo Humbo by Tushar Dave. 

હુમ્બો હુમ્બો - લેખક : તુષાર દવે 

તુષાર માટે દીકરા જેવી અંગત લાગણી અનુભવતો હોવા છતાં, એના હાસ્યસાહિત્યના મૂલ્યાંકનમાં હું સંબંધો વચમાં નહિ લાવું અને તદન નિરપેક્ષ ભાવે કહીશ કે, આજ અને આવતીકાલની પેઢીનો એ તારક મહેતા છે, એનું હાસ્ય સ્વયંભૂ પ્રગટ થતું હાસ્ય છે, જાણે એને આયાસ જ કરવો પડતો ન હોય ! હાસ્યલેખ એટલે હસવું તો આવવું જ જોઈએ – ભલે દર વખતે ખડખડાટ ન હોય, કટાક્ષના સાહિત્યમાં હસવું આવવું જરૂરી નથી અને લગભગ તો શક્ય પણ નથી. ઉપરાંત એમાં કોકને છોલી નાખવાનો હોય છે. સંદ્દનસીબે, તુષારને આવી છોલમછોલી કરવાને બદલે, બીજાના મુખ પર હાસ્ય જોવાની કાયમી એષણા છે. એટલે એ હાસ્યના માર્ગે વળ્યો, એ ગુજરાતી સાહિત્યનું સદ્ભાગ્ય છે. એના અનેક ચમકારા તો ‘સોશિયલ મીડિયા' ઉપરેષ શાશ્વત થઈ ચૂક્યા છે, જેને અમારી કાઠિયાવાડી ભાષામાં લોકસાહિત્ય કહે છે, જે કોણે રચ્યું એની ખબર વાંચનાર સાંભળનારને ન હોય. એ કક્ષાનું હાસ્યસાહિત્ય લઈને તુષાર આવ્યો છે, તે પુસ્તકમાં તુષાર પુરબહાર ખીલ્યો છે. જરૂરી નથી કે, એના હરએક લેખમાં સાહિત્ય હોય, પણ સ્વચ્છ હાસ્યનાં ધોરણો જાળવીને એણે વાચકોને હસાવવાની સાથે સાહિત્યિક ઘૂમર આપવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તક વાંચી જવાની નહીં, વાંચવાની હું ભલામણ કરું છું.


There have been no reviews