Ghere Gher Lilalaher

Ghere Gher Lilalaher by Minaxi Dixit | Gujarati Comedy Hasya Humor.ઘેરે ઘેર લીલાલહેર - લેખક : મીનાક્ષી દીક્ષિતહસતી-હસાવતી નિર્મળ હાસ્યશ્રુટી.ઘેરે ઘેર લીલાલહેર... એટલે કે... આપણા સૌને ઘેર લીલાલહેર! આપણને સૌને એક જાદુઈ ચાવી બતાવે છે મીનાક્ષીબહેન, આ હાસ્યગ્રંથના હળવા નિબંધોમાં, હાસ્યકથાઓમાં!... કઈ ચાવી? હસી પડવું... એ! પોતાના ઘરમાં, કુટુંબમાં, સ્નેહીઓમાં, મિત્રોમાં, પશુ-પંખીઓમાં, ચીજવસ્તુઓમાં, આખા મુંબઈ શહેરમાં આનંદ આનંદ જ જોવાની મીનાક્ષીબહેને દૃષ્ટિ કેળવી છે.જીવનની નાની-મોટી તકલીફો, ગેરસમજો, ભૂલો, મુશ્કેલીઓમાંથી પસાર થતાં, અથડાતાં, પછડાતાં, ઊભા થઈ જતાં પાત્રો અને લેખિકા પોતે પણ— અંતે હસી પડે છે અને હસાવી જાય છે આપણને, વાચકોને અહીં નર્મમર્મભર્યો વિનોદ છે, તો ઊર્મિઓની આછી લહેરોય છે.મીનાક્ષીબહેનની એકથી વધુ પારિતોષિકો જીતી ગયેલી સ્મરણકથા 'અંજની, તને યાદ છે?’– એણે વાચકોમાં લેખિકાની ગરવી પ્રાસાદિક, મનોરમ શૈલીનું આકર્ષણ ઊભું કરેલું.અહીં મીનાક્ષીબહેનના મધુર વ્યક્તિત્વની ‘કંપની' ચાલો, ફરીથી માણીએ. |