Facebook Safalta Ni Gatha


Facebook Safalta Ni Gatha

Rs 320.00


Product Code: 17700
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9788194110767

Quantity

we ship worldwide including United States

Facebook Safalta Ni Gatha by Viral Vaishnav | True story & fact about social media giant facebook | Unknown facts about facebook | Know the success story of facebook

ફેસબુક સફળતા ની ગાથા - લેખક : વિરલ વૈષ્ણવ 

બિઝનેસ ગાથા શ્રેણીનું પુસ્તક

આ પુસ્તક વિષે:

                         શું આપ જાણો છો કે... આખી દુનિયાને જેનું ઘેલું લાગેલું છે તે ફેસબુક સોશિયલ નેટવર્કિંગની પહેલી સાઈટ નહોતી ? ફેસબુકના પ્રણેતા માર્ક ઝુકરબર્ગે ફેસબુકનો આઈડિયા ચોર્યો હોવાનો આરોપ છે? માર્ક ઝુકરબર્ગને પોતાને શરૂઆતમાં પોતાના આઈડિયામાં ભરોસો નહોતો? શરૂઆતમાં ફેસબુક એક એક ડોલર માટે તરસતી હતી અને પછી ધનના ઢગલા થયા હતા ? ફેસબુકનાં પાયામાં સીન પાર્કર નામનો બદનામ શખ્શ કઈ રીતે ઉપયોગી નીવડ્યો હતો ? મૂલ્યોની વાત કરતા માર્ક ઝુકરબર્ગે શું પૈસા કમાવવા માટે મૂલ્યોને નેવે મૂક્યા છે ? શું ફેસબુકે અમેરિકાની ચુંટણીને પ્રભાવિત કરી હતી ? શું ફેસબુક લોકોનો અભિપ્રાય ઘડી કે બદલી શકે છે?  ...આવા અનેક સવાલોના જવાબો મળશે ફેસબુકની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.

આ શ્રેણી વિષે:

 આ શ્રેણીના પુસ્તકોમાંથી વાચકોને નીચેના સવાલોના જવાબ મળશેઃ
એક મહાન કંપની કઇ રીતે બને છે? તક કઇ રીતે ઓળખવી અને ઝડપવી ? મહાન કંપની બનાવવાના તમારા સપનાં કઇ રીતે સાકાર કરવા ? કંપની નાની હોય ત્યારે સ્થાપક દ્વારા નિર્ણયો કઇ રીતે લેવાવા જોઇએ? લોભ અને લાલચ પર કાબૂ રાખી કઇ રીતે બ્રાન્ડ નિર્માણ કરવું જોઇએ? કઇ રીતે નિષ્ઠુર બની હરીફોને કચડી નાખવા જોઇએ? બિઝનેસ જમાવવા માટે કેવા કાવાદાવા થાય છે ? કાનૂની દાવપેચ કઇ રીતે કરવા અને કઇ રીતે તેનાથી બચવું ? નોકરી કરવી હોય તો કેવી કંપનીમાં કરવી ? કારકિર્દીના ઘડતર વખતે શું ધ્યાનમાં રાખવું ? આવડતની તુલનામાં અભ્યાસ અને ડિગ્રીનું કેટલું મહત્ત્વ છે ?
               ઘરના બેડરૂમ, ફળિયા, ગેરેજ કે રસોડાના પ્લેટફોર્મ પર, ભાડાની ઓફિસમાં કે પછી માત્ર વિઝિટિંગ કાર્ડ પર શરુ કરાયેલો વિચાર કઇ રીતે કરોડો લોકોને પ્રભાવિત કરતી કંપની બની સમૃદ્ધિનું સર્જન કરે છે તેની વાત આ શ્રેણીના પુસ્તકોમાં કરી છે. `બિઝનેસ ગાથા શ્રેણી'ના પુસ્તકોમાં ધંધાની આંટીધૂંટીની વાતો છે છતાંય તે જરાયે શુષ્ક નથી. ઉલટાના આ પુસ્તકો તો એલિયસ્ટર મેકલિન, આગાથા ક્રિસ્ટી, જેમ્સ હેડલી ચેઇઝ, ઇરવિંગ વોલેસ કે ડેન બ્રાઉન જેવા લેખકોના થ્રીલર સ્ટોરીના પુસ્તકો જેટલાં જ રસપ્રદ છે. દરેક પુસ્તક એકવાર હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર ચેન ન પડે તે રીતે લખાયું છે. જેમને જાણવા-સમજવાની પ્યાસ છે, તેમના માટે મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી જે ન શીખવી શકે તેવી અનેક વાતો આ શ્રેણીમાંથી શીખવા મળશે.

Did you know that Facebook is not the first site for social networking? Facebook correspondent Mark Zuckerberg is accused of stealing Facebook's ideas? Mark Zuckerberg didn't initially believe in his idea? In the beginning, Facebook was thirsty for a dollar and then heaps of money? How did the notorious Sean Parker come to the forefront of Facebook? Speaking of values, did Mark Zuckerberg put values ​​in the nave to make money? Did Facebook influence the US election? Can Facebook Create or Change People's Opinions? ... The answer to many such questions will be found in this entertaining story like Facebook's Thriller.


There have been no reviews