Diamonds Are Forever, So Are Morals


Diamonds Are Forever, So Are Morals

Rs 850.00


Product Code: 19174
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 416
Binding: soft
ISBN: 9788119132829

Quantity

we ship worldwide including United States

Diamonds Are Forever, So Are Morals by Govnid Dholakia | Life story of Diamond king of India Govnid Dholakia.

ડાયમંડસ આર ફોરએવર, સો આર મોરલ્સ - લેખક : ગોવિંદ ધોળકિયા 

                     પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપાને સુંદર અને પૂર્વજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં નહીં, પણ ભગવાને જ ઘડ્યો છે. પરમાત્માએ મારા સ્વભાવમાં સર્વ-સ્વીકારની ભાવના મૂકેલી છે. ચાલો, ફાવશે, ભાવશે, ગમશે'વાળી સ્વીકારવૃત્તિ ઉપર જીવન પંડયું છે. મને જે જ્યારે જ્યાં મળ્યું તેનો સંતોષ માન્યો છે, જે પરિસ્થિતિ નિર્માણ પામી તેની સાથે | અનુકૂળ થયો છું અને તેથી જ તો મારી જીવનયાત્રામાં સુખી રહી શક્યો છું.|
                           સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દષ્ટિપાત કરતાં સંતોષ થાય છે, મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બનતી ગઈ. ઘણી બાબતો મારો આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈ, ક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત, તો મારું ભાગ્ય પણ જુદું હોત, પણ જાણે કે એ મારે માટે જ નિયેિલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, હું જીવન જીવતો હતો એમ નહીં. પણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું. જગતનિયંતા તો સ્પષ્ટ જ છે. તેની યોજનાઓ સુરેખ જ છે, આપણાં જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોય છે. જે કંઈ થોડી-ઘણી, નાની-મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા તેને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી.. આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મેં તો ડરાની દીવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે – I am nothing but I can do anything? હું કંઈ જ નથી, તેમ છતાં કંઈપણ કરી શકું છું. અહંકારરહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું – આ મારો જીવનમંત્ર છે.


There have been no reviews