Bhagwat Gunbhandar


Bhagwat Gunbhandar

Rs 450.00


Product Code: 18026
Author: Rajedra Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 231
Binding: Soft
ISBN: 9788177903867

Quantity

we ship worldwide including United States

Bhagwat Gunbhandar by Rajendra Dave | Biography book | Pride story of King of Gondal state Maharaja Bhagwatsinh

ભાગવત ગુણભંડાર - લેખક : રાજેન્દ્ર દવે 

ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજીની ગૌરવગાથા.

મહારાજા ભગવતસિંહજી 

       પ્રત્યેક રાષ્ટ્ર અને પ્રત્યેક પ્રજા પાસે કુશળ અને બાહોશ માણસો હોય જ છે. રાજાશાહીમાં નેતૃત્વ વારસાગત આવતું હોવાથી પ્રજાની પસંદગીનો પ્રશ્ન રહેતો નથી. પણ લોકશાહીમાં નેતૃત્વ પ્રજાની પસંદગીથી આવતું હોવાથી, પ્રજા કેળવાયેલી હોવી અત્યંત જરૂરી છે. જ્યારે આ દેશમાં અનેક રજવાડાંઓ દ્વારા રાજવ્યવસ્થા ચાલતી હતી, ત્યારે કેટલાક રાજાઓ સાચી લોકશાહી કરતાં પણ ઉત્તમોત્તમ વ્યવસ્થાથી પ્રજાનું કલ્યાણ કરતા હતા, તેમાં સર્વોચ્ચ સ્થાને કોઈને મૂકવા હોય તો મારી દૃષ્ટિએ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજીને મૂકી શકાય. સૌરાષ્ટ્રના એક તદ્દન નાના ભૂભાગ ઉપર તેમનું રાજ્ય સુવર્ણના આભૂષણમાં હીરાની માફક ચમકતું હતું.                         
                      શ્રી ભગવતસિંહજીમાં એકસાથે અનેક ગુણો અને વ્યવસ્થાશક્તિઓનો સમાવેશ થયો હોવાથી પ્રાચીન ઉક્તિ પ્રમાણે રાજા ‘‘બત્રીસલક્ષણો હોવો જોઈએ તે વાત સાર્થક થતી હતી. વિલાયત જઈને આવ્યા હોવા છતાં તેમના જીવનમાં સંપૂર્ણ સ્વદેશી માનગૌરવ સચવાયેલું રહ્યું હતું. તેઓ વિલાયતમાં સૂટ પહેરતા છતાં ભારતના બંદરે આવતાં જ પોતાનો કાઠિયાવાડી ચોરણો, અંગરખું, પાઘડી પહેરી લેતા, એટલું જ નહિ, દીવાનથી માંડીને છેક પટ્ટાવાળા સુધી બધા સરકારી નોકરોનો આવો દેશી પ્રકારનો એક જ સરખો પોષાક તેમણે પ્રચલિત કર્યો હતો. એ એવો જમાનો હતો જ્યારે સામાન્ય ઑફિસર પણ સૂટ અને હેટ પહેરવામાં મહત્તા માનતા હતા.


There have been no reviews