Dear Teenager


Dear Teenager

Rs 500.00


Product Code: 18971
Author: Maniaar Raiesh
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 224
Binding: soft Cover
ISBN: 978935556316

Quantity

we ship worldwide including United States

Dear Teenager by Raiesh Maniaar  | Parenting tips about teenage child development in Gujarati.

ડીયર ટીનએજર - લેખક : રઈશ મનીઆર 

Reset Your માઈન્ડ to Super Charge Your લાઈફ.

Reset Your માઈન્ડ to super charge Your લાઈફ
              આ પુસ્તકમાં ‘શું છે એના કરતાં ‘શું નથી ?' એ કદાચ વધુ મહત્ત્વનું છે.આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્મનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા સંસ્કારો કેવી રીતે પવય એની સૂફિયાણી વાતો આ પુસ્તકમાં નથી. સારા અભ્યાસ માટે કોઈ સીધી સલાહ આમાં નથી કે નથી કરિયર માટે કોઈ સીધી માહિતી.તો પણ આ પુરતક મોટિવેશનના કોઈપણ ખ્યાતનામ પુસ્તક કરતાં વધારે મૂલ્યવાન છે.
                    આ પુસ્તક દ્વારા ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર અને બાળ-મનોવિજ્ઞાની ડૉ. રઈશ મનીઆર નવયુવાનો સાથે સીધો સંવાદ સાધે છે.પોતાના જીવનનું સુકાન જાતે સંભાળવું, સ્વાભિમાન અને આત્મવિશ્વાસ કેળવવો, મુશ્કેલીઓ પાર કરતાં શીખવું. સતત અપડેટ થતાં રહેવું. બેય અને લક્ષ્ય વિશેની સમજ કેળવવી, પોતાની આગવી વેલ્યુસિસ્ટમ કેળવવી, ગુસ્સો - ચિંતા - નકારાત્મકતા – ઉદાસી વગેરે પર નિયંત્રણ મેળવવું..આ બધી બાબતો વિશે આ પુસ્તકમાંથી તરૂણોને મિત્રતાભર્યું માર્ગદર્શન મળી રહે છે. આઠમા-નવમા ધોરણમાં - આવેલા કે પછી કોલેજમાં પ્રવેશેલા ટીનએજરને કાચી ઉંમરે Life skills અને - Emotional Management શીખવવા માટે આનાથી વધુ સારું પુસ્તક ગુજરાતી ભાષામાં શોધ્યું નહીં જડે.
             આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ? અને બાળઉછેરની બારાખડી” જેવા ઑલટાઈમ ગુજરાતી બેસ્ટસેલર પુસ્તકોના લેખક ડૉ. રઈશ મનીઆર દ્વારા લખાયેલું આ પુસ્તક તમે જેનું હિત ઇચ્છતા હો એવા કોઈપણ ટીનએ જ૨ માટેની અમૂલ્ય ભેટ બની રહેશે.એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે દરેક ટીનએજરને એની અજોડતાનો અહેસાસ કરાવતું આ પુસ્તક બુકશેક્યાં નહીં પણ હદયની અલમારીમાં કાયમી સ્થાન લે, એવી મૂલ્યવાન ગુણવત્તા ધરાવે છે.


There have been no reviews