Dasvidania

Dasvidania by Deval Shashtri | Gujarati Novel book.દસ્વીદાનિયા - લેખક : દેવલ શાસ્ત્રીવિતેલા યુગના રોમાન્સની મહેક ખીલવતી કથા.. નેવુંના દાયકામાં રાજવાડા નામના નાનકડા શહેરમાં એક યુવાન નોકરી માટે આવે છે. આ યુવાન મિત્રો સાથે પ્રતિજ્ઞા લે છે કે ત્રણ વર્ષ સુધી કોઈ સ્ત્રી તરફ નજર નહીં નાખે. આ પ્રતિજ્ઞા લીધાના ત્રણ જ કલાકમાં કૉલેજમાં ભણતી કેતકીના પ્રેમમાં પડે છે. કેતકીની સાથે રોમાન્સની મધુર વાત્રા શરૂ થાય છે. નેવુંના દાયકાની મસ્ત મજાની આ સફરમાં જોડાવા તમને પણ આમંત્રણ છે. ટેલિફોનના યુગમાં પડોશીને ત્યાં કૉલ આવે અને સંકોચથી વાત કરવી પડતી હતી, ત્યાંથી માંડીને સચિનની ફટકાબાજી જોઈને સીટીઓ મારતાં, પ્રેમમાં પડીને 'તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત' કહેવાની મોસમ હતી. 'કયામત સે કયામત તક'થી શરૂ થયેલો નવો યુગ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ સુધી પહોંચતાં. ફેશનથી માંડીને લાઇફસ્ટાઇલ સુધી રોજેરોજ બદલાવનો અનુભવ કરાવતો હતો. |