Dariyana Khola Ma
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Dariyana Khola Ma by Jelam Hardik | Gujarati novel book.દરિયાના ખોળા માં - લેખક : જેલમ હાર્દિકવાત ઓસ્ટ્રેલીયા ના આરંભ થી આજ સુધીની.. અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એકસાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યોભાદર્યો દેશ એટવે ઑસ્ટ્રેલિયા. આ ઑસ્ટ્રેલિયામાં વગભગ સાઠેક હજાર વર્ષ પહેવાંથી વસતાં હતાં કેટલીક આદિમજાતિનાં વોકો... કોણ હતાં એ? ક્યાંથી આવ્યાં હતાં? એવું કહેવાય છે કે નદીનાં મૂળ અને ઋષિનાં કૂળ ન શોષાય, તોય એમનાં મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો છે. મેં... કુદરતથી ભર્યુંભર્યું જીવતાં આ આદિમવાસીઓની ભૂમિ ઉપર ક્યારે ને કેવી રીતે આવી ચડ્યા યુરોપિયન્સ? શું સ્વીકાર્યા આદિમવાસીઓએ એ અજાણ્યા મહેમાનોને? અને જો સ્વીકાર્યા તો એ સ્વીકાર કેટવો સંઘર્ષ વઈને આવ્યો હશે કે આગળ જતાં એ યુરોપિયન મહેમાનો જ યજમાનો થઈ બેઠા..! ને તો પછી ઑસ્ટ્રેલિયા યુરોપિયન્સ કે માત્ર અંગ્રેજોનું થઈને જ કેમ ન રહ્યું? કેમ પહોંચી ત્યાં દુનિયાભરની રંગબેરંગી પ્રજા? ને ક્યારે ગુંજ્યા ત્યાં ગુજરાતી ગરબા? બસ, આવા પ્રશ્નોના રસપ્રદ જવાબ મેળવવાનો મારી મથામણનું પરિણામ એટલે આ પુસ્તક.. તો ચાલો, મારીએ એક ડૂબકી ઑસ્ટ્રેલિયાના ઈતિહાસમાં. બહાર નીકળશું ત્યારે હાથ ભરેવા હોય કે ન હોય, હૈયાં તો ભરેલાં જ હોવાનાં.. |





