Chaptik Ajwalu


Chaptik Ajwalu

New

Rs 450.00


Product Code: 19537
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 192
Binding: soft
ISBN: 9789361975325

Quantity

we ship worldwide including United States

Chaptik Ajwalu by Vishal Bhadani | Gujarati Inspiration book.

ચપટીક અજવાળું - લેખક : વિશાળ ભાડાણી 

અંધારાને દૂર કરતાં અમૂલ્ય પુસ્તકો અને TED Talks.

આત્મહત્યામાં માણસ પોતાનો જીવ થઈ લે એ અસ્તિત્વનું સૌથી મોટું અપમાન કહેવાય. એને અટકાવવા આપણે સૌએ બનતું બધું જ કરી છૂટવું જોઇએ. પણ, રોજ થોડો થોડો જીવ કપાય એવી નાની નાની આત્મહત્યાઓનું શું?આજે આપણી આજુબાજુમાં અનેક લોકો હાથે કરીને પોતાના જીવનમાં અંધારું કરીને બેઠાં હોય છે. ચિંતા, નિરાશા, નિષ્ફળતા. ડિપ્રેશન, મૂંઝવણ, ડર, અનિર્ણયાકતા, હાર, અસ્વીકૃતિ જેવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા જીવનને વેંઢારતા હોય છે. કંઈ ન કરવાને કારણે સરવાળે જીવનથી હતાશ થઈને પોતાના નસીબને દોષ આપીને બેસી રહે છે.
                                   શું આવું તમે પણ અનુભવો છો? શું આ પરિસ્થિતિનો ઉકેલ છે? કેવી રીતે જીવનના અધારાને દૂર કરીને સફળતારૂપી તેજસ્વી અજવાળાને પામી શકાય? ઉકેલ છે સાચા જ્ઞાનના પ્રકાશને પામવાનો... આ પુસ્તકમાંથી એ પ્રકાશ તમે ચોક્કસ શોષી શકેશો. વાંચો થોડી વાતો... જે સફળતાની ટોચે પહોંચેલા લોકોએ પોતાના જીવનમાં અપનાવી છે...

  • ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય એમાંથી બહાર નીકળી જ શકાય.
  • એકસાથે ઘણાં બધાં કામ કરવાથી મગજને નુકસાન જાય છે.
  • આપણા ગયા પછી પણ એક પ્રેરક વિરાસત છોડવી હોય તો નિયમ બનાવીને એના માટે રોજ થોડો થોડો સમય આપવો પડે.
  • વખાણ કે ટીકાથી ઉપર ઊઠીને જીવી શકાય.
  • મક્કમ મનના માનવીઓ પરિસ્વર્તન સ્વીકારે છે.
  • સવારે વહેલા જાગીને કામ કરનારા લોકોના જીવનમાં જાદુ થાય છે.
  • કેટલાક લોકો નક્કર કામ કરીને પછી એની વાત કરતા હોય છે.
  • કેટલાક લોકો કોઈ દિવસ બહાના બનાવતાં જ નથી.
  • એક પ્રોપર શિડ્યુલનો અર્થ રોબોટ બનવું એવો કદાપિ નથી, પણ પોતાના સમય પર પોતાનો કાબૂ એવો થાય છે.

તમારા અત્યારના જીવનને નવા જીવન'માં બદલી શકવાની તાકાત આ પુસ્તકમાં છે.


There have been no reviews